________________
( ૭ )
ખીજડા, શેમલા, કરંજ, અરીઠા, કાઠ, ખીલી, હલદરવા, રતાંજલી, ગુગલ, ખાખરા, રૂખડા, આંબલી, સીસેાટી, ખાવલ, એકલકાંટા, સરગવા, પીપર, આંખ, પ્રમુખ વૃક્ષેા પાતાની છાયા, ફળ, પત્ર ને પુપાથી મનુષ્યાને પ્રમાદ પમાડે છે.
ફાર્મસનુ પુસ્તક ૧૭ પાનું ૧૧ માં જણાવે છે કેઋષભ દેવના પુત્ર ભરત રાજા અયેાધ્યામાં રાજ્ય કરતા હતા. તે શત્રુ - જયની ઉત્તર ભણી સેના લઇ જઇને........ મ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરવા મંડ્યો....પહેલી લડાઇમાં તા ભરત હાર્યો....... પણ અંતે સ્લેશને હરાવી સિંધુ નદી ભણી કાઢયા........ભરતના નાના ભાઇ ખાહુખળીના પુત્ર સેમ્યુશે ઋષભદેવનું દેરૂં બાંધ્યુ ( શેત્રુંજા ઉપર ) અને ભરતે તીર્થના ખરચ સારૂ સૈારાષ્ટ્રની વાર્ષિક ઉપજ અણુ કરી. તેદિવસથી સારાષ્ટ્ર દેશ કહેવાશે.. ભરતના સગા શક્તિસીંઠુ કરીને સેારના અધિકારી હતા. તેને રાજાની સેના સહિત શુક્ત ( તેના પ્રધાન ) ને આશ્રય મળ્યો. એટલે તેણે ગીરનાર ઉપરથી રાક્ષસેાને કાઢી મુકયા અને ત્યાં મેરૂ પર્યંતના જેટલા ઉંચા સ્માદિનાથ અરિષ્ટનેમિના દહેરાં બંધાવ્યાં. પછીથી શત્રુ ંજય ઉપર દેવાલયાના મ્લેચ્છ લીકાએ નાશ કર્યો અને કેટલાક કાલ સુધી પવિત્ર પર્વત ઉપર ઉજડપણાનું રાજ્ય ચાલ્યુ.
ભરતચક્રીએ ઉપવાસ કરીને રાહણાચલ, વૈતાઢ્ય તથા મેરૂ પર્વતની સંપત્તિના તસ્કર એવા રૈવતાચલ પર્વતને વિષે ઉતારા કર્યાં. ને સંઘ સહિત શત્રુ ંજયની પેરે તીપૂજા કરી.