________________
( ૭૮ )
આંબાના ઝાડેથી તેરણું બંધાયાં છે, ને જ્યાં વિદ્યાધરની શીઓ અહર્નિશ ગાઈ રહી છે, જ્યાં દિવસે સૂર્યમણિ દીપી રહ્યાં છે ને રાત્રે ઔષધિઓના દીવા થાય છે, જે કેળપત્રની ધ્વજાઓએ કરીને જાણે અનંત લક્ષમીન અધિપતિ હોય એવું લાગે છે, જેના શૃંગના અગ્ર ભાગે પ્રકાશતા મોટા મણિના સમૂહે કરીને દિવસે પણ આકાશમાં સેંકડો ચંદ્રમા ફરતા હોય એવું દેખાય છે, જેના સ્ફટિકમણિની કુલ્યા (નીકો ને વિષે રહેલું ઝરણનું જળ શેષનાગના શરીરે લેપ કરેલા અથવા ચંદ્રમાને ચર્ચેલા ચંદનની પેરે શેભી રહ્યું છે, જ્યાં પાણીના ધેધ કીડા કરવા આવેલા હાથીઓની પેરે નાદ કરી રહ્યા છે, જે રેવતાચળ ચારો ચરતા મૃગના મદ (કસ્તુરી)થી લીંપા છે, જે દેવતા, યક્ષ અને અપ્સરાઓના વૃંદથી સદા સેવાય છે, જ્યાં ચંદ્ર સૂર્ય પણ પિતાના વિમાનને ક્ષણવાર વિસામે આપી અતિ આનંદ પામી સ્તુતિ કરતા ચાલ્યા જાય છે, અને જ્યાં કુદ (ડોલર), બટગરા, વાસંતિકલતા, માધવીલતા, મરૂ, બદામ, મલ્લિકાવૃક્ષ, લવંગ, કદલી, નાગવલ્લી, મલ્લી, (માલતી), તમાલ, કદંબ, જંબુ, માકંદ (આંબા), નિબ, અંબક (અભેડા), તાલીવૃક્ષ, તાલ, તિલક, લે, ન્યાલ (વડ), બકુલા (બેરિસરી) અશોક, અશ્વસ્થ (પીપળા), પલાશ, પ્લેક્ષ (પીપર), માધવ, ચંદન, કઃપવૃક્ષ કણવીવક (કણીઅર ), માતલિંગ (બીરાં), દેવદારૂ, પાટલ, અંકુશ, કુરબક, અંકુલ, સાગ, સીસમ, ટીંબર, ખેર, સાજડ, બેડા, બોરડી, ગરમ, ઉંબર,