________________
( ૭૭ )
T
ગણધરે વીસ હજાર લેકનું શત્રુંજય માહાતમ્ય સંક્ષેપમાં કર્યું. તેમાંથી સાર કાઢીને સૌરાષ્ટ્રના રાજા શિલાદિત્યના આગ્રહથી શ્રીમાન ધનેશ્વરસૂરિએ વલભીપુરમાં શત્રુંજય માહાન્ય નામનો જે ગ્રંથ બનાવ્યું છે તેમાં ૧૦૦૮૫ લેક છે તથા પંદર સર્ગ છે. દસમાથી તેરમા સગે સુધી શત્રુંજય પર્વતના પાંચમા શિખર રૈવતાચલને મહિમા વર્ણવેલ છે. તેને મુખ્ય આધાર લઈ આ ગીરનાર માહત્ય પ્રગટ કરવામાં આવ્યું છે.
આ અવસર્પિકાળમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રના પહેલા તીર્થકર શ્રી ત્રાષભદેવનો પુત્ર ભરત ચક્રવત સંઘ કહાડી શત્રુજયને ઉદ્ધાર કરી રૈવતાચલ પર્વત તરફ ચાલ્યો. તે પર્વત સુવર્ણ, રત્ન, માણિજ્ય, નીલમણિ, સ્ફટિક, પાષાણ આદિની કાંતિએ ભરેલો છે, જ્યાં કિન્નરેનાં બાળકે ક્રીડા કરતાં રત્નના દડા ઉછાળી રહ્યા છે, તેથી દિવસે પણ આકાશમાં તારા દેખાતા હોય એમ લાગે છે, જ્યાં રાત્રિને વિષે ચંદ્રમણિના સંગથી વહેતા અમૃતના ઝરાઓ વડે વનસ્પતિ હમેશાં લીલીજ રહે છે. જ્યાં પંચવણી મણિની કાંતિથી ચિતરાયેલાં વાયુચપલ વનવૃક્ષો નૃત્ય કરતા મયુરની નકલ કરે છે, જેનું કાંચનમય શિખર વિવિધ વૃક્ષથી વીંટાએલું હોવાથી પૃથ્વી રૂપી પ્રમદાના ચોટલાની રક્ષામણિમાફક વિરાજી રહ્યું છે, જે પર્વતના રસકુડે એવું રટણ કરી રહ્યા છે કે, અમારા જેવા સેવાધર્મનો છે? અમે કેનું દારિદ્રય હણતા નથી ? જેના ઉપર ફળદ્રુપ કેળ તથા