________________
( ૭ ). ગીરનારની વનસ્પતિ, ગીરનાર પર્વત રોજ સવામણ સોનું આપતું હતું ને હાલ રોજ સવાશેર સેનું આપે છે એમ કહેવાય છે. હાલ પણ સવારમાં તળેટી જતી વખતે માથે લાકડાના ભારા, ઘાસ તથા લીતરી લઈને આવનાર સેંકડે પુરૂષ તથા સ્ત્રીઓ નજરે પડે છે. વળી કેરી, જામફળ, સીતાફળ, પપનસ, વગેરે ઘણું જાતનાં ફળ ગિરનારની નીચાણની જમીનમાં થાય છે. સહેસાવન (સહસામ્રવન)માં તેમજ લાખાવન ને ભરતવનમાં આંબાના ઝાડ પુષ્કળ જેવામાં આવે છે. વાઘેશ્વરી દરવાજેથી તળેટી જતાં રસ્તામાં સાગનાં ઝાડનાં વન આવે છે તેમજ કરમદી પીપળે ને ગુલર એ ઝાડ જ્યાં જોઈએ ત્યાં નજરે પડે છે. તે સિવાય સાજડ, ટીંબર, હળદર, કલમ, કડાયે, હરડાં બેડાં, આંબળાં, રાયણ, આંબલી, અરીઠી, ગરમાળાને ગોળ, ઇંદરજવ, મરડાસીંગ, માલવેળો, વગેરેનાં ઝાડ દ્રષ્ટિગોચર થાય છે. માળી પરબથી ઉંચે જતા પણ કરમદી, ગુલર, મચકુંદ, જાઈની વેલ વગેરે નજરે પડે છે. સહસાવનમાં પણ મચકુંદ, કરમદી ને વેલ ઘણી છે. હનુમાનધારા જતાં પાંદ. ડીનાં ઝાડ પુષ્કળ છે.
જબૂદ્વીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકે ભગવંતની આજ્ઞાથી સવાલક્ષ લેકનું શત્રુંજય માહાસ્ય રચ્યું. તે ઉપરથી વીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામિના સુધમાં