________________
( ૭૨ ) [૫] કાળી દેરી આગળની ટેકરીને વાલ્મીકિ ઋષિની ટેકરી કહે છે. તે મૂક્યા પછી જટાશંકર જવાને રસ્તે નીકળે છે. ત્યાં જતાં પ્રથમ પુતળીઓ ગાળે આવે છે. ત્યાં મોટા ચેખાના આકારના પથરા થાય છે.
[૬] ગબર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાત ૮૪ સિદ્ધની ટેકરી છે તેને હાલ ટગટગીઆને ડુંગર કહે છે. ટગટગીઆના ડુંગરથી રત્નસર જવાય છે. ને રત્નસરથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં અસલ ઘણા અઘરી રહેતા.
[૭] દુધેશ્વરથી જોગણીઓના ડુંગર ઉપર જવાય છે, ત્યાં ગુફા તથા તપે છે. વળી નાગેશરીનું ઝાડ છે. તે ઝાડ ચંપા જેવું થાય છે. પણ તેના કુલ કાળાં હોય છે, તેને નાગના જેવી પાંખડીઓ થાય છે. ગુફામાં પથ્થરનું બારણું છે. આ ડુંગરને અશ્વત્થામાને ડુંગર કહે છે.
[૮] ભરતવન–સહસાવનમાં નેમિનાથનાં પગલાં મૂકી કેડીને રસ્તે ઉત્તર તરફ ચાલતાં આશરે એક માઈલ ઉપર ભરતવન આવે છે. ત્યાં અરિઠાનું મેટું ઝાડ છે તથા બાવાની એરડી છે. આસપાસ વિવિધ પ્રકારની લીલોતરી જોવામાં આવે છે. નીચાણમાં કુંડ છે, ત્યાંથી બારેબાર ઝીણા બાવાની મઢીએ જવાય છે.
[૯] સહસાવનથી ભરતવન આવતાં એક ડાબી બાજુએ રસ્તે નીકળે છે તે હનુમાનધારા જાય છે, ત્યાં હનુમાનની શિખરબંધ દેરડી છે તથા ઉંચાણમાં સરસ કુંડ છે.