________________
( ૮ ).
ડુંગરની દંત કથાઓ. ૧. એક સમયે કોઈ કઠીઆરે તનબાગમાં કઈ વાંદરાને
કુહાડી મારી, તે દેવગે કેઈ કુંડમાં પડી જવાથી સેનાની થઈ ગઈ. તેની નીશાનીઓ રાખીને કડીઆર બીજે દિન ગયા ત્યારે ભૂલે પડયે ને એક પણ નિશાની
જોઈ નહીં. ૨. સંતદાસના ચેલા સેવાદાસજીએ કહેલી એવી એક વાત
છે કે, કેટલાએક યાત્રાળુઓ ભૂલા પડયા. તે કેઈએગીની ગુફા આગળ આવી પહોંચ્યા. એગીએ તેમને શાંત પાડીને કોઈ ઝાડનાં પાંદડાં ખાવા આપ્યાં, તે તેમને પાપડ જેવાં લાગ્યાં. તેથી ખાઈને સંતોષ પામ્યા. પછી તે યોગીએ તેનાં નેત્ર ઉપર પાટા બાંધીને કઈ રસ્તે મૂકી દીધા. તેથી તેઓ પિતાને રસ્તે ચાલ્યા ગયા ને
બીજે દહાડે તે ગુફા જેવા આવ્યા પણ જડી નહીં. ૩. કેઈ દુઃખીઆર રેગથી પીડાએલે હોવાથી તેણે
અંબાજીની ટુંકથી પડતું મૂકયું. પણ સારા નસીબે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તેને ઝાડો થયો ને બધો રેગ જ રહો. તેણે જુનાગઢમાં આવી ગેરજી લાધાજી જયવંતજીના ગુરૂને વાત કરી. તેથી તેણે તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં વાપરી. તેથી જવાબ સાહેબની તબીયત ઘણું જ દુરસ્ત થઈ.