________________
વરણ શિલા મુકીને બાબરીઆ કુંડ જવાય છે, ત્યાં માતાની મતિ છે. રાણપુરની ઘેાડી ઉપરથી પણ કાલિકાની ટુંકે જવાય છે. તે રસ્તે ડુંગર ઉપર સુવર્ણવાલુકા નદી આવે છે, તે ભરત વનમાં જાય છે. ત્યાં સાલગ્રામ થાય છે.
સહસાવન, ગેમુખી મૂકીને ડાબે રસ્તે સપાટ રસ્તે નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મુકીને પ્રથમ રામાનંદીની જગ્યા આવે છે, ત્યાં પગલાં તથા ઘંટ છે. વળી તેજ ઠેકાણે ભેરવ (ભરવચંપા) છે. તે ઉપર ચઢીને અસલના વખતમાં દુ:ખી લેકે પરભવમાં સુખ પામવાની આશાએ ઝપાપાત કરી પ્રાણ પોતાને નગારાના નાદથી પડનારનાં સગાંવહાલાંની બુમ ઢંકાઈ જતી. તેની ડાબી તરફ સેવાદાસની જેવા લાયક ગુફા ને કુંડ છે, ને જમણી બાજુએ પથરચટી નામની આચારની જગ્યા તથા કુંડ છે. ત્યાં યાત્રાળુઓને ખીચડી અપાય છે. વળી જમણી બાજુએ નીચાણમાં રસ્તા બાંધેલા છે. તે સહસાવન (સહસામ્રવન) જાય છે. સહસાવનમાં નેમિનાથનાં પગલાં છે. તે ઉપર છત્રી બંધાવેલી છે. ત્યાં શ્રાવક લેકેની ધર્મશાળા તથા એક બાવાની જગા છે. સહસાવનથી આશરે એક માઈલ જઈએ ત્યારે ભરતવન તથા હનુમાનધારા આવે છે. સહસાવનથી નીચે ઉતરીને તલેટી જવાને રસ્તો ૧ રાણપુર નામનું ગરની તળેટીમાં એક ગામ છે. ઘડી-ડુંગરની
ભાર,