________________
( ૬૫ ) ૨૬૧૪૩ (પ મિલ), હનુમાનધારા ર૭૭૪૩ ફુટ, પાંચમી ટુંકના બાવાઓ પરદેશી યાત્રાળુઓને કેઈવાર હેરાન કરે છે. ત્યાં એક મેટે ઘંટ છે, તે ઉપર સંવત ૧૮૯૪ની સાલ છે. ને બાવા શ્રવણનાથે તે ઘંટ ચઢાવ્યું છે એમ લખેલું છે. સં:૧૮૩૮ માં પાંચમી ટુંકે ખર્ચ કારખાના તરફથી થયું છે.
કાલિકા ટૂંકા કમંડળ કુંડ આગળ બાવાની જગ્યા છે. ત્યાં અગર નેમિનાથના કેટમાં રાત રહીને સવારના વહેલા ઉઠીને ભોમીયા બાવાઓની મદદથી કાલિકા કે જાય છે. રસ્તે અતિશય વિકરાળ ને ભયંકર લાગે છે. મુસાફર ભૂલે ન પડે તેથી ઠેકાણે ઠેકાણે સિંદુરની નિશાનીઓ દેખાય છે. ઘણેજ જોરાવર ને હિમ્મતવાન આદમી હોય તે જ તે ઠેઠ પહોંચી શકે છે. કેટલાક લેકે એમ કહે છે કે બે માણસ કાલિકા ટુંકે જાય તેમાંથી એક માણસ જીવતું પાછું આવે છે. તે વાત કેટલેક દરજજે યથાર્થ છે. કારણ કે રસ્તો એ વિકટ છે કે પથરા ઠેકીને કાંટાના ઝાડમાં થઈ જવું પડે છે. તેથી બેમાંથી એકને તુર્કશાન થવાનો સંભવ છે. છેક ટોચે ત્રિશૂળ છે. તથા કલિ. કાનું સ્થાન છે. વળી એવી દંતકથા સાંભળવામાં આવી છે કે ત્યાં નીલવણ પારેવાની શિલા છે, તે રસ્તે ભયરામાં _ઉતરાય છે. તેમાં બીજેરાં તથા હરડે એવી થાય છે કે એક ફળ સવા પાશેરનું થાય છે. તેમાં ચપાના વૃક્ષ છે. નીલ
*:
G)
*
*
*