________________
રાવતી : એક ઐતિહાસિક ગ્રંથ
આ મહાગ્રંથનું સંપાદન અમારા ભાગમાં અને ભાગ્યમાં આવ્યું તે અમારા માટે એક ઓચ્છવસમાન ઘટના છે. નાનપણથી જ પડકાર ઝીલવાની એક આદત પડી ગયેલી; અને આ પ્રકારના ગ્રંથોનું કામ - જે તે પડકારરૂપ હોય તો - કરવાની તમન્ના પણ ભારી. બહુ વર્ષો અગાઉ વાંચેલું કે “યુવાનોને સ્વપ્નાં જોવાનો અધિકાર છે; સ્વપ્નાઓનો છિન્નભિન્ન થવાનો સ્વભાવ હોય છે અને જેને દિવસે પણ સ્વપ્ન નથી આવતાં તેની જવાની નિરર્થક છે.” આત્મશ્લાઘા
ની વાત નથી, પરંતુ નાનો હતો ત્યારે નિશદિન સ્વપ્ન આવતાં કે આવા આવા ગ્રંથોને, ઐતિહાસિક દસ્તાવેજો કે દસ્તાવેજી સામગ્રીને શોધી કાઢે, ગમે ત્યાંથી મેળવું, અને પછી તેનું પ્રકાશન કે પ્રકટીકરણ કરીને જૈન શાસનને જયવંત બનાવું. બાપ રે, કેટલાં બધાં કાલ્પનિક સ્વપ્નો હું જોતો ! અને તે દ્વારા જે સુખ અનુભવાતું તે પણ કેમ વર્ણવું! એવાં સ્વપ્નો ક્યારેય સાકાર ન થતાં, અને મનમાં જ સર્જાઈને મનમાં જ વિલાઈ જતાં; છતાં એનું સુખ અનન્ય-અનલ્પ થતું. સ્વપ્નાં જ્યારે છિન્નભિન્ન થઈ જાય ત્યારે ચિત્ત ધરતી પર આવતું, અને નજર સામે તથા હાથ પર જે કામ શક્ય હોય તે કરવા મંડી પડતું. એ રીતે કેટલાંક કામો થયાં ખરાં. દા.ત. "વસુંવરી #ા, નીવસમાસ, પ્રત્યેકવુદ્ધતિ (પ્રતિ, માટ) ઇત્યાદિ. આ જ શૃંખલામાં પ્રસ્તુત ગ્રંથ હાવતી નો પણ સમાવેશ કરી શકાય. આ ગ્રંથનું કામ દાયકાઓથી ચાલી રહેલું અને ખોટકાયા કરતું હતું. પ્રા. ૨.મ.શાહને અમે અનુરોધ કર્યો કે અમને આપો, અમે કરી આપીશું. તેમણે અમારી વાત સ્વીકારી, અમને સોંપ્યું. સાચું કહું તો આવું કામ મારે જ કરવું- એવી મનમાં તીવ્ર ઝંખના હતી; રહે જ. પરંતુ એક સાથે ઘણા ઘોડા પર સવારી કેમ થઈ શકે? એટલે મેં આ કામ કલ્યાણકીર્તિવિજયજીને સોંપ્યું. તેમણે તે ઝીલ્યું. અને તેમના પરિશ્રમનું પરિણામ આ ગ્રંથરૂપે આપણા હાથમાં છે.
અમારું કામ એ એક રીતે સમૂહ-કાર્ય હોય છે. દરેકને પોતપોતાના રસના વિષય પર કામ કરવાનું; તેની ક્રેડિટ પણ તેને જ ફાળે જાય; પરંતુ હોય સમૂહ-કાર્ય. એ પરિપ્રેક્ષ્યમાં જ આ કામને પણ મૂલવવાનું છે. - વહાવતી એ એક અદ્યાવધિ અપ્રકટ એક ઐતિહાસિક કથાગ્રંથ છે. પ્રાકૃત ભાષાનો આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગત છ* સાત કે તેથી વધુ દાયકાઓથી વિદ્વાનોની નજરમાં હતો, અને તેનું કામ થાય તેવી વ્યાપક ઉત્કંઠા પ્રવર્તતી હતી. પણ તે કામ થયું નહિ- ગમે તે કારણે તે હવે થાય છે, અને તેનો યશ અમારા ભાગે આવ્યો છે તે માત્ર ગુરુકૃપાનું જ ફળ અને બળ છે. અન્યથા આ યોગ ન મળે.
વાવની ગ્રંથની મહત્તા વગેરે બાબતો વિષે પહેલા ભાગમાં વિગતે રજૂઆત થઈ છે, તેથી તે બધાનું પિષ્ટપેષણ કરવાની અહીં જરૂર નથી. વાત માત્ર સ્વાધ્યાય-સાધનાની જ વિચારવાની છે.
સ્વાધ્યાય એક સાધના છે. ચિત્તની એકાગ્રતા સધાય અને વધે; ચિત્ત અશુભ વિકલ્પો થકી બચી જાય; ચિત્તના ક્લેશો શમી જઈને શાન્તિનો ભાવ પ્રવર્તે; અને એ રીતે સ્વાધ્યાય સ્વયં એક સાધના બની રહે. ધ્યાન એ સાધના છે
‘નાગ ન મળ,