________________
ભગવાન્ અરિહન્ત ભગવન્તકો બારહ પરીષહ હોને કા નિરૂપણ
તવાથદીપિકા-ઉપશમશ્રેણીવાળા અને ક્ષપકશ્રેણીવાળા સૂમસમ્પરય સંયતમાં તથા છઘસ્થ વીતરાગ સંયતમાં ચૌદ પરીષહ હોઈ શકે છે એ પહેલા કહેવાઈ ગયું છેહવે અહંન અર્થાત્ જિન ભગવાનમાં અગીયાર પરીષહ હોય છે, અની પ્રરૂપણા કરીએ છીએ--
સમરત ઘાતિ કર્મોને ક્ષય કરવાવાળા, કેવળજ્ઞાની અહંત ભગવાન જિનેશ્વરમાં વેદનીય કર્માને સદ્ભાવ હેવ થી તજજનિત અગીયાર પરીષહ હોય છે જે આ મુજબ છે-(૧) ક્ષુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) શમશક (૬) ચર્યા (૭) શય્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલ,
આ રીતે ભવથ કેવળીમાં વેદનીય કર્મને સદ્ભાવ હોવાથી અને પરીષહજનક શેષ કમ વિદ્યમાન ન હોવાથી, વેદનીય કર્મ નિત અગીયાર પરીષહ જ હોઈ શકે છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવત્ત સર્વજ્ઞ સર્વદશ અને અનન્ત-ચતુષ્ટ થી સમ્પન્ન અહંત જ હકીકતમાં જિન છે. ૧૦ - તવાથનિયુકિત- પહેલા ક્ષુધા-પિપાસા આદિ બાવીસ પરીષહોના વિજયને સંવરના કારણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવેલું છે. આથી ઉપશમક અને ક્ષપક સૂમસમ્પરાય સંયતના તથા છવાસ્થ વિતરાગ સયતના સુધા પિપાસા આદિ ચૌદ પરીષહાને સદભાવ બતાવવામાં આવ્યો હવે એ પ્રરૂપણ કરીએ છીએ કે અહંત ભગવાન જિનેશ્વરમાં અગીયાર પરીષદોની સત્તા હોય છે
ભવસ્થ કેવળી ભગવાન અહંમતમાં વેદનીય કર્મને સદૂભાવ હોવાથી, તેના નિમિત્તથી ઉત્પન્ન થનારા અગીયાર પરીષહ હોઈ શકે છે. પહેલા જે ચૌદ પરીષહના નામે ને ઉલલેખ કરવામાં આવ્યો છે, તેમાંથી પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ, આ ત્ર પરીષને છેડીને, ક્ષુધા પિપાસા આદિ અગીયાર પરીષહ હોય છે
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરય, એ ચાર ઘાતિ કને ક્ષય થઈ જવાથી જેને સમરત પદાર્થોને જાણનાર એવા કેવળજ્ઞાનને
અતિશય પ્રાપ્ત થઈ જાય છે. તે જિ -કેવળી કહેવાય છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવત્તી જ કેવળી જિન કહેવાય છે. ભગવતીસૂત્ર શતક ૮, ઉદેશક ૮માં કહ્યું છે
“ભગવાન ! સગી ભવસ્થ કેવળીના કેટલા પરીષહ કહ્યાં છે?”
ગૌતમ! અગીયાર પરીષહ કહેવામાં આવ્યા છે એમાંથી નવનું વેદન થાય છે, શેષ કથન તે જ રીતે સમજવાનું છે, જે છ પ્રકારનાં કર્મ બંધ નારાઓના વિષયમાં કહેવામાં આવ્યું છે.”
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨