________________
પ્રાસુક આહારને લાભ ન થવાથી અથવા થડે લાભ થવાથી જેની ભૂખની વેદના મટી નથી જે અકાળ અને અદેશમાં ભિક્ષા કરવા માટે ઇરછુક નથી, જે સ્વાધ્યાય ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓની થોડી પણ હાનિને સહન કરતો નથી, સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, જેમણે અનેકવાર અનશન અને ઉદરી તપસ્યા કરી છે, જે અરસ અને વિરસ આહાર કરનાર છે, ગરમ વસ્તુ પર પડેલા પાણીના ટીપાની જેમ એકાએક જ જેનું પાણી સુકાઈ ગયું છે, જે ભૂખથી પીડાતે હેય અને જે ભિક્ષાના લાભની અપેક્ષા અલાભને વધુ ગુણકારક સમજે છે, તેનું ક્ષુધાથી નિશ્ચિત થવું સુધાપરીષજય કહેવાય છે.
(૨) પિપાસાપરીષહ-જે જળ-રનાનને ત્યાગી છે, પક્ષીની માફક અનિયત આસન અને નિવાસવાળે છે અર્થાત જેને રોકાવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, અત્યન્ત નમકીન, રૂક્ષ તેમજ વિરૂદ્ધ આહાર, ઉનાળાને તડકે, પિત્તજવર અથવા અનશન આદિ કારણેથી ઉત્પન્ન થયેલી તથા શરીર અને ઈન્દ્રિમાં વ્યાપેલી વેદનાને પ્રતિકાર કરવાના સંક૯પથી જે રહિત છે અને પિપાસા રૂપી અગ્નિની જવાલાને વૈર્ય રૂપી ઘડામાં ભરેલા, શીલાચારના સૌરભથી યુક્ત અને સમાધિરૂપ મૂશળધાર જળથી શાન્ત કરે છે, આવા મુનિનું તરસને સહન કરવું પિપાસાપરીષહજય કહેવાય છે,
(૩) શીતપરીષહ-જે મુનિ પ્રચ્છાદનપટ અર્થાત્ ઓઢવાના વસ્ત્રથી રહિત છે, પક્ષીની માફક જેનું કોઈ નિશ્ચિત રહેઠાણ નથી, જે વૃક્ષની નીચે અથવા શીલાતળની ઉપર તુષારપાત અર્થાત્ હીમ પડવાથી અથવા શીતળ પવન વાવાથી લાગનારી ટાઢને પ્રતિકાર કરવાને ઇચ્છુક નથી, પૂર્વ અવસ્થામાં, અનુભૂત શીતનિવારણની કારણભૂત વસ્તુઓને જે યાદ પણ કરતે નથી, જે જ્ઞાન- ભાવના રૂપી મહેલમાં, ધૈર્યરૂપી ગરમ વસ્ત્રોથી યુક્ત થઈને સુખશાતામાં રહે છે, એવા મુનિરાજની શીતવેદનાને સહન કરવાને શીતપરીષહજય કહેવાય છે.
(૪) ઉણપરીષહ-વાયુના સંચારથી શૂન્ય, પાણી વગરના, ગ્રીષ્મકાળના તડકાથી સુકાઈ ગયેલા અને નીચે પડેલા પાંદડાઓથી રહિત, છાંયડા વગરના વાવાળા જગલની મધ્યમાં સ્વેચ્છાપૂર્વક વિચરતા થકા આહાર રૂપ આત્યંતર કારના અભાવથી જેને દાહ ઉત્પન થયા છે, દાવાનળની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત નિષ્ઠુર પવનના આતપથી જેનું ગળું સુકાઈ ગયા છે. પૂર્વ અવસ્થામાં ગરમીના પ્રતિકારના જે સાધનને અનુભવ કર્યો હતો તેનું લેશમાત્ર ચિન્તન કરતા નથી અને જે પ્રાણીઓને થનારી પીડાને પરિહાર કરવામાં તત્પર છે, એવા મુનિ ગરમીનું જે કષ્ટ સહન કરે છે તેને ઉષ્ણુપરીષહજય કહે છે.
(૫) દંશમશસ્પરીષહ-ડાંસ, મચ્છ૨, માંકડ, માખ, કીડી, વીંછી વિગેરે દ્વારા કરવામાં આવેલ પીડાને કંઇ પણ પ્રતિકાર કર્યા વિના સહન કરવી. અને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
၄