________________
સાવદ્ય અર્થાત પાપમય સંકલ્પનું અર્થાત નિન્દિત આર્તધ્યાન અને રૌદ્રધ્યનનું અથયા પાપયુકત કર્મના ચિન્તનને વિરોધ કરે, આમ કરવા માટે થતી પ્રવૃત્તિઓને ત્યાગ કરવો અથવા સરાગ સંયમ આદિ રૂપ શુભ સંકલપનું અનુષ્ઠાન કરવું મનગુપ્તિ છે. જે સંક૯પથી ધર્મનો અનુબંધ થાય છે અને જે અધ્યવસાય કર્મોના ઉચ્છેદનું કારણ હોય છે, એ શુભ સંકલ્પ કર મનગુપ્તિ છે. અથવા ન તે સરાગ સંયમ આદિ શુભ અનુષ્ઠાનમાં "વૃત્તિ કરવી અથવા ન સંસારના કારણભૂત અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી મનગુપ્તિ છે. કારણ કે જ્યારે મને નિરોધ થઈ જાય છે તે અવસ્થામાં નથી શુભ સંકલ્પ રહેતો અથવા ન તે અશુભ સંકલ્પ પણ બાકી રહે છે. એ અવસ્થામાં આત્માનું જે પરિણામ થાય છે, તે સકળ કર્મોના ક્ષય માટે જ થાય છે.
માગવુ, પૂછવું અને જવાબ દેવગેરે વાચનિક ક્રિયાઓમાં વચન નિયમન કરવું અથવા સર્વથા મૌનવ્રત ધારણ કરી લેવું વચનગુપ્તિ છે. આમાંથી માગવાને અર્થ છે-ગૃહસ્થ આદિ કોઈ બીજા પાસે ભોજન ઉપાધિ તથા ઉપાશ્રય આદિની યાચના માંગણું કરવી કરવી તે વિષયમાં વચનનું નિયમન હોવાથી મુખ પર દેરા સહિત મુખવસ્ત્રિકા બાંધવાવાળા અને શાસ્ત્રો. કત વચનશુદ્ધિનું અનુસરણ કરીને ભાષણ કરનારા સ ધુની વચનગુપ્તિ હોય છે. આવી જ રીતે આગમની વિધિનું અનુસરણ કરવાવાળા તથા માર્ગગમન સંબંધી પૃચ્છા કરવાવાળા પુરૂષની વચનના નિયમનથી વચગુપ્તિ હેય છે. મૌન ધારણ કરવાથી પણ વચનગુપ્તિ થાય છે. કહ્યું પણ છે-“અસત્ય આદિ વચનને ત્યાગ કરે અથવા મૌન ધારણ કરવું વચનગુપ્તિ છે.
મૂળ ભેદેની અપેક્ષા ત્રણ પ્રકારના અશુભયોગ નિગ્રહ કરવાને ગ્ય છે તેમાંથી કાયયોગનો નિગ્રહ કરે ક યગુપ્ત છે અર્થાત્ શયન, આસન, ગ્રહણ, નિક્ષેપણ, ઉભા થવું હલન-ચલન ઈત્યાદિ શારીરિક ચેષ્ટારૂપ કાયિક વ્યાપારનું નિયમન કરવું અને “આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એ પ્રકારની વ્યવસ્થા કાયમુર્તિ છે. કહ્યું પણ છે
કોત્સર્ગમાં શારીરિક ક્રિયાની નિવૃત્તિને અથવા હિંસા આદિ દેથી વિરતિને કાયગુપ્તિ કહે છે.
ઉત્તરાધ્યાયન સૂત્રના ચોવીસમાં અધ્યયનની ૨૬મી ગાથામાં કહ્યું છેઅશુભ વિષમાં પૂર્ણ રૂપથી વ્યાપારને રોક ગુપ્તિ છે. જો
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૪૬