________________
વિષય બનનારા તે જીવ અથવા અજીવ પૂર્વોકત બેંતાળીસ પ્રકારના સામ્પરાયિક આસવના કારણે હોય છે આથી છના તિગમનના નિમિત્ત હોવાથી તેને “અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવે છે. આમાંની પરિણતિરૂપ અને પ્રયોગ લક્ષણવાળા આસવની ઉત્પત્તિમાં બાહ્ય ચેતન અથવા અચેતન અથવા પદાર્થ નિમિત્ત બને છે. આથી હિંસા વગેરે પરિણામ જીવાધિકરણ અને અછવાધિકરણ હોય છે જીવદ્રવ્ય અથવા અછવદ્રવ્ય કઈ ન કોઈપર્યાયથી યુક્ત થઈને જ આસવના અધિકારણ બને છે, પર્યાયથી રહિત દ્રવ્ય સામાન્ય અધિકારણ બની શકતું નથી એવું સૂચિત કરવા માટે સૂત્રમાં “જીવા છવા એ રીતે બહુવચનને પ્રવેગ કરાય છે.
પ્રત્યેક અધિકરણના બે-બે ભેદ છે-દ્રવ્યાધિકરણ અને ભાવાધિ. કરણ દ્રવ્યરૂપ અધિકરણ દ્રવ્યાધિકરણું કહેવાય છે. અને ભાવરૂપ અધિકરણને ભાવાધિકરણ કહે છે. છેદન-ભેદન વિગેરેનું કારણ શાસ્ત્ર દ્રવ્યરૂપ આસ્રવાધિકરણ છે. તેના દશ ભેદ છે. જે ફરસી, વાંસળે અથવા હડા વગેરેની મદદથી કઈ ચીજને છેદવામાં આવે તેને છેદન કહે છે અને મુદુગર આદિ દ્વારા ભેદન કરવામાં આવે તેને ભેદન કહે છે. આવી જ રીતે ત્રટન- જેના વડે તેડવામાં આવે, વિશસન–જેના વડે નાશ કરાય ઉદ્બન્ધન જેનાથી ફેંસી લગાવવામાં આવે અથવા બાંધવામાં આવે તથા યંત્રસિઘાત યંત્ર વડે આપઘાત કરવો વગેરે પણ સમજી લેવા જોઈએ.
દ્રવ્યશસ્ત્રનાં દશ ભેદ છે–પરશુ, દહન (આગ), વિષ, લવણ, નેહ (ઘી-તેલ વગેરે ચિકણા પદાર્થો), ક્ષાર, અ૩ (ખટાશ) અને ઉપયોગ શુન્ય જીવના મન વચન તથા કાય. આ દ્રવ્યાધિકરણથી છવ અને અજીવને વિષય બનાવીને સામ્પરાયિક કર્મબંધાય છે. જેમ કે-હાથ, પગ, માથું, હોઠ આદિને ફરસી વગેરેથી કાપવા-છેરવા સચેતનેને અગ્નિ વડે સળગાવવા, ઝેર આપીને અન્ન આણ, લવણથી પૃથ્વીકાય આદિને ઉપઘાત કર, ઘીતેલ આદિ ચિકાશથી કંઈ જીવની હિંસા કરી નાખથી ક્ષારથી આખી ચામડી, માંસ, મજા આદિને કાપવા, કાંજી આદિની ખટાશથી પૃથ્વીકાય આદિને ઉપપાત કરે અને ઉપયોગ રહિત પ્રાણીની મન વચન અને કાયની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, આ બધાં કારણોથી સામ્પરાયિક કર્મબંધાય છે
ભાવાધિકરણના એકસો આઠ ભેદ છે. આત્માને જે તીવ્ર અથવા મન્દ પરિણામ થાય છે તે ભાવાધિકરણ છે. તેના એકસેઆઠ ભેદનું કથન હવે પછીના સૂત્રમાં કરવામાં આવશે.
આવી રીતે જીવ અને અજીવ સામ્પરાયિક કર્મના આશ્વવના અધિકરણ હોય છે. ભગવતીસૂત્રના સાળમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–જીવ અધિકરણ છે.” સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં પણ કહ્યું છે-“આવી જ રીતે અજીવ પણ છા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬