________________
યોગ્ય છે હું એને હણીશ” આ રીતે ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી જ્ઞાતભાવ કહેવાય છે. અજાણતા અથવા પ્રમાદથી પ્રવૃત્તિ થવી આજ્ઞાતભાવ છે. ભાવન અર્થ છે. આત્માનું અધ્યવસાય અથવા પરિણામ પ્રત્યેકની સાથે તેને સંબંધ છે જેમ કે તીવભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવ જીવને ક્ષાપશમિક અથવા ક્ષાયિક ભાવ વીર્ય કહેવાય છે અથવા દ્રવ્યની આગવી જે વિશિષ્ટ શક્તિ છે તેને વીર્ય કહે છે. અધિકારણે તે દ્રવ્ય અથવા સાધન કે જેના વડે કઈ ક્રિયા કરવામાં આવે છે અને જેને લેક ભાષામાં એ જાર કહે છે “વિશેષ પદને બંને અર્થાત વીર્ય અને આધિકરણની સાથે સંબંધ છે, આ રીતે જીવની શકિત વિશેષતાને વીર્ય વિશેષ અને તરવાર આદિની શકિતની વિશેષતાને અધિકરણ વિરોષ કહે છે. આમ તીવ્રભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષથી સામ્પરાયિક આસવમાં વિરોષતા અર્થાત્ તરતમતા ઉત્પન્ન થાય છે.
અભિપ્રાય એ છે કે એક જીવ કેઈ કાર્યને તીવ્રભાવથી કરે છે અને બીજે જીવ તેજ કાર્યને મદ પરિણામથી કરે છે, એવી જ રીતે કોઈ જીવ કેઈ ક્રિયામાં જાણી–બૂઝીને પ્રવૃત્ત થાય છે અને કોઈ જીવની તેજ ક્રિયામાં અજાણતાં જ પ્રવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમના આવમાં પણ ભેદ થાય છે. પ્રત્યેક અવસ્થામાં આસ્રવ સમાન જ હોય એ નિયમ નથી જેમ કે જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવના કારણે આસવમાં અતર પડી જાય છે તેવી જ રીતે વીર્ય અને અધિકરણની ભિન્નતાથી પણ આસવમાં ભિન્નતા થઈ જાય છે આજ કારણ છે કે કેઈ જીવ તીવ્ર આસવને ભાગી થાય છે તે કઈ જીવ તીવ્રતર અને તીવ્રતમ આસવને, એવી જ રીતે કોઈ જીવને મન્દ આસવ હોય છે. તે કેઈને મન્દતર અથવા મંદતમ આસવ હોય છે. જ્યારે આસ્રવમાં અન્ડર પડે છે તે બન્યમાં પણ અન્તર પડયા વગર રહેતું નથી અને કર્મબન્ધમાં અતર પડવાથી તેનામાં અન્તર પડવું અનિવાર્ય છે ધા
તત્વાર્થનિયુકિત–પૂકિત ઇન્દ્રિય, કષાય, અત્રત આદિના કારણે જે જીવ ભવભ્રમણ જનક સાપરાયિક કમબન્ધ કરી રહ્યાં છે, તે બધાને શું સરખો જ બન્ધ થાય છે? અથવા ઉક્ત કારણોથી થનારા બન્ધમાં થોડું અત્તર પણ હોય છે? આ શંકાનું સમાધાન કરવા માટે એ પ્રતિપાદન કરીએ છીએ કે પરિણામના ભેદથી કમબન્ધમાં પણ ભિન્નતા થઈ જાય છે–
તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, વીર્યની વિશેષતા અને અધિકરણની વિરોષતાના કારણે સામ્પશયિક કમ–આસવમાં પણ ભિન્નતા થઈ જાય છે, આસવમાં ભેદ થવાથી બન્યમાં અને બન્ધમાં વિશેષતા થવાના કારણે તેના ફળમાં પણ વિશેષતા આવી જાય છે.
ઉત્કૃષ્ટ, પ્રકૃષ્ટ અથવા ઉથ ભાવ તે તીવ્રભાવ કહેવાય છે. ભાવને અર્થ છે અધ્યવસાય અથવા આત્માની વિશેષ પરિણતિ તેજભાવ જ્યારે અધિક
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૯