________________
તીવ્ર હોય છે તે તીવ્રતર કહેવાય છે અને જ્યારે અતિ અધિક તીવ્ર હોય છે તો તીવ્રતમ કહેવાય છે. ભાવમાં જેટલી તીવ્રતા હોય છે, તેટલી જ બન્ધમાં પણ તીવ્રતા હોય છે અને તદનુસાર તેના ફળમાં પણ તેટલી જ તીવ્રતા આવી જાય છે.
કારણોમાં ભેદ હોવાથી કાર્યમાં પણ ભેદ થાય છે અને કાર્યમાં ભેદ જેને કારણમાં ભેદનું અનુમાન કરવામાં આવે છે. આ નિયમ અનુસાર આત્માની પરિણતિના ભેદથી બન્ધમાં ભેદ થ સ્વાભાવિક છે અને બન્ધના લેદથી આત્માની પરિણતિની વિષમતાનું અનુમાન કરી શકાય છે.
તીવ્રભાવથી જે વિપરીત હોય તે મન્દભાવ કહેવાય છે. મન્દભાવ જે કમબન્યા હોય છે તે સ્વપ હોય છે, ઉત્કૃષ્ટ હેતે નથી તેમાં તીવ્રભાવથી થનારા બની માફક ઉત્કટતા અથવા ઉગ્રતા હોતી નથી.
તીવ્રભાવમાં પણ તારતમ્યના ભેદથી અનેક ઉચ્ચ-નીચ શ્રેણિઓ હોય છે. કોઈ તીવ્રભાવ અધિમાત્ર હોય છે, કઈ અધિમાત્ર મધ્ય હોય છે, કઈ અધિમાત્ર મૃદુ હોય છે, કેઈ મધ્ય અધિમાત્ર હોય છે, કઈ મધ્યમ, કેઈ મધ્ય મૃદુ, કઈ મૃદુ-અધિમાત્ર કઈ મૃદુમધ્ય અને કોઈ મૃદુ હેાય છે. આ રીતે અપેક્ષા ભેદથી જુદા જુદા પ્રકારનાં અધ્યવસાય હાય છે.
એવી જ રીતે ઉપયોગથી ઉપયુકત આત્માનું પરિણામ જ્ઞાતભાવ કહેવાય છે, જેને આશય છે–જાણી–બૂઝીને, સંકલ્પપૂર્વક હિંસા આદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જેમ કે-“આ શત્રુ હણવા યોગ્ય છે, હું આ પુરૂષને હણીશ” એ રીતને વિચાર કરી ઘાત કરો. અજ્ઞાતભાવ આનાથી વિપરીત હોય છે. તે ઉપગ શૂન્ય આત્માનું પરિણામ છે જેમ વગર સંકલ્પનાં અકરમાત, હિંસા આદિમાં પ્રવૃત્ત થઈ જવું–મદ અથવા પ્રમાદથી અજાણતા હિંસા આદિ થઈ જવી. આ જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવથી કર્મબન્ધમાં વિશેષતા થઈ જાય છે. ઉદાહરણાર્થ–એક માણસ હરણને મારવાના ઈરાદાથી બાણ ફેંકે છે, તેનાથી હરણ વિધાઈ જાય છે. બીજે માણસ કઈ થડને વિંધવાના આશયથી બાણું ફેંકે છે, પરંતુ વચમાં કઈ મૃગ અથવા કબૂતર તેનાથી વિંધાઈ જાય છે. જો કે આ બંને ઘાતકની પ્રાણાતિપાત ક્રિયા ઉપર છલેથી એક સરખી પ્રતીત થાય છે, પરંતુ આતરિક અધ્યવસાયમાં ભેદ હોવાના કારણે તેમના કર્મબન્ધમાં ભેદ હોય છે. પહેલા ઘાતકને કર્મને અન્ય અધિક અને તીવ્ર હોય છે, જ્યારે બીજા ઘાતકને કે જે હિંસા કરવાને ઈરાદે રાખતું નથી, પરન્તુ પ્રમાદ અને કષાયને વશીભૂત છે, અ૫ કર્મબન્ધ થાય છે, કારણ કે રાગદ્વેષ વગર બાણ ફેંકી શકાતું નથી અને રાગદ્વેષ એ પણ એક પ્રકારને પ્રમાદ જ છે. પ્રમાદના આઠ ભેદ કહેવામાં આવ્યા છે-(૧) અજ્ઞાન (૨) સદેહ (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મૃયનવરાતમૃતિ ન
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨