________________
પણે હોય છે કેઈ આત્મામાં મતિ શ્રત અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન પણ જોવામાં આવે છે પાંચ જ્ઞાન એકી સાથે હોઈ શકતા નથી પરંતુ યાદ રાખવું ઘટે કે ઉપગ એક સમયમાં એક જ જ્ઞાનને થાય છે. એથી અધિક બે, ત્રણ અથવા ચાર જ્ઞાનનું એકી સાથે હોવાનું જે કહેવામાં આવ્યું છે, તે માત્ર ક્ષપશમની અપેક્ષાથી છે અર્થાત્ એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાને સુધી ક્ષેપશમ થાય છે. એ ૫૪ છે
તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મેક્ષની પ્રાપ્તિ માટે કારણભૂત જે કેવળજ્ઞાન છે તેની ઉત્પત્તિના કારણું, જ્ઞાનાવરણ દશનાવરણ મેહનીય અને અન્તરાય આ ચાર ઘાતિકમેને ક્ષય છે કે જે વિશિષ્ટ તપશ્ચર્યા આદિથી થાય છે. હવે કેવળજ્ઞાનના લક્ષણનું પ્રતિપાદન કરીએ છીએ
જે સમસ્ત દ્રવ્યો અને સમસ્ત પર્યાને જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિ કાય અને કાલ, આ બધાં દ્રોને તથા બધાં પર્યાયોને જાણનારા જ્ઞાન કેવળ જ્ઞાન કહેવાય છે. આ રીતે સકળ દ્રવ્ય અને સકળ પયય વિષયક કેવળજ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે જે ધર્માસ્તિકાય આદિ બધા કાને તેમજ ઉત્પાદ આદિ બધાં પર્યાયોને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે. ધર્મ, અધર્મ, અને આકાશ આ ત્રણ દ્રવ્યના ઉત્પાદ અને વ્યય પરતઃ હેય છે. પુદ્ગલ દ્રવ્યને શુકલ પર્યાયથી વ્યય (વિનાશ) થાય છે, નીલપર્યાયના રૂપ માં ઉત્પાદ થાય છે, તે પણ તે પુદ્ગલ રૂપથી ધ્રુવ રહે છે એજ રીતે જીવ ને પણ દેવ પર્યાયથી ઉત્પાદ, મનુષ્યપર્યાયથી વિનાશ અને જીવ રૂપથી ૌવ્ય થાય છે- અર્થાત્ જીવત્ર બંને પર્યામાં કાયમ રહે છે એવી જ રીતે કાલ પણ આવલિકા આદિ રૂપથી નષ્ટ થાય છે, સમય આદિ રૂપથી ઉત્પન્ન થાય છે અને કાલત્વની દૃષ્ટિથી સદા સ્થિર રહે છે. આ પ્રકારના સઘળા જો તેમજ પર્યાને કેવળજ્ઞાન જાણે છે.
પ્રશ્ન--કેવળજ્ઞાન સર્વદ્રવ્યો અને સર્વ પર્યાને કેવી રીતે જાણ કરી શકે? કારણ કે તેઓ તે અનન્તાનન્ત છે !
ઉત્તર–કેવળજ્ઞાનનું માહાતમ્ય અપરિમિત છે. અસીમ માહામ્ય હોવાના કારણે કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવથી વિશિષ્ટ પ્રકારો નું બેધક હોય છે કેવળજ્ઞાન સમસ્ત લેક અને અલકને જાણે છે. તેનાથી વધીને અન્ય કઈ જ્ઞાન નથી અને એવું કઈ ય નથી જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત આકાશ લેક કહેવાય છે. જે આકાશખંડમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિદ્યમાન નથી,
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૦૨