________________
તત્ત્વાર્થદીપિકા-મોક્ષની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા થાય છે, આથી મોક્ષની પ્રાપ્તિને માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિના કારણે જ્ઞાનાવરણ દર્શનાવરણ, મોહનીય અને અત્તરાય, એ ચાર ઘાતિ કર્મોને તપશ્ચર્ય આદિ દ્વારા ક્ષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે કેવળજ્ઞાનના લક્ષણનું નિરૂપણ કરીએ છીએ
સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનારૂ કેવળજ્ઞાન છે. અર્થાત્ જે જ્ઞાન ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જવ રૂ૫ બધાં દ્રવ્યોને અને તેમના સમસ્ત પર્યાયોને યુગવત્ પ્રત્યક્ષ રૂપથી જાણે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મતિજ્ઞાન આદિ કેઈ પણ અન્ય જ્ઞાન રહેતું નથી આથી તેનું કોઈ સહાયક સાથી જ્ઞાન ન હોવાથી તે કેવળ કહેવાય છે આથી એ સમજવાનું છે કે કેવળજ્ઞાનનો વિષય સકળ દ્રવ્ય અને સકળ પર્યાય છે. કેવળ અર્થાત્ એકલું અથવા અસહાય, કારણ કે તે ઇન્દ્રિય આદિની સહાયતા ની અપેક્ષા રાખતું નથી અથવા કેવળ શબ્દને અર્થ થાય સકળ સપૂર્ણ, કારણ કે તે સમરત ય પદાર્થોને ગ્રહણ કરે છે. અથવા કેવળ અર્થાત્ અસા ધારણ, અનન્ય સદૃશ કેમકે એવું જ્ઞાન બીજું કંઈ જ નથી. અથવા કેવળ અર્થાત અનન્ત, કારણકે તે અપ્રતિપાતી હોવાથી અતરહિત છે તથા તેના ક્ષય પણ અનન્ત છે, આ રીતે અહીં કેવળ શબ્દ એક આદિ અર્થવાળો છે.
આ પ્રમાણે મોહનો ક્ષય થવાથી અને જ્ઞાનાવરણ દર્શનાવરણ તથા અન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થનાર હથેળી પર રાખેલા અતુલ સ્થળ મોતીની સમાન યથાર્થ સમસ્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યત્ કાલીન પદાર્થોને જાણનાર કેવળજ્ઞાન હોય છે.
આ માંથી છવદ્રવ્ય અનત છે. પુદ્ગલ દ્રવ્ય પણ અનન્ત છે અને તે આણ તથા સ્કંધના ભેદથી ભિન્ન છે. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અનેક પ્રદેશી હોવા છતાં પણ ખડાત્મક ન હોવાના કારણે એક એક જ છે. કાલ દ્રવ્ય પણ અનન્ત છે અને અતીત તથા અનાગત આદિના ભેદથી વિવિધ પ્રકારના છે. આ છએ દ્રવ્યોના ત્રિકાળ ભાવી પર્યાય પ્રત્યેકના અનતાનન્ત છે. આમાંથી કોઈ પણ દ્રવ્ય અથવા પર્યાય કેવળજ્ઞાનના વિષયથી પર નથી બકે બધાં દ્રવ્ય અને બધાં પર્યાય કેવળજ્ઞાનના વિષય છે. કેવળજ્ઞાનનું માહાભ્ય અપરિમિત છે જેથી તે બધાં દ્રવ્ય અને પર્યાને જાણે છે. કેવળજ્ઞાન એકલું જ રહે છે. તેની સાથે કોઈ પણ ક્ષાયોપથમિક જ્ઞાન રહી શકતું નથી. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન બંને એક સાથે જ રહે છે, કદાચિત કોઈ આત્મામાં મતિ શ્રત અને અવધિ અથવા મતિ. શ્રત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાન સંયુકત
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૦૧