________________
નું પ્રધાન કારણ હોવાથી કેવળજ્ઞાનની પહેલાં પ્રરૂપણ કરી અને ત્યાર પછી કમથી મતિજ્ઞાન આદિનું નિરૂપણ કર્યું. હવે તે પાંચ જ્ઞાનમાં પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરવાળા જ્ઞાનનાં ઉત્કર્ષ પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ મતિ અને શ્રતજ્ઞાનના વિષયનું કથન કરીએ છીએ
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રોને તે જાણે છે પરંતુ બધાં દ્રવ્યનાં બધાં પર્યાને જાણતા નથી. આ રીતે મતિ શ્રતજ્ઞાનનો વ્યાપાર બધાં માં થાય છે પણ બધાં પર્યામાં નહીં મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન બધા દ્રવ્યોને વિષય બનાવે છે. પરંતુ બધા પર્યાને નહીં શેડા પર્યાયે ને જ જાણે છે ધમ. અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્ય છે. જેમનું કથન પહેલા કરવામાં આવી ગયું. મતિજ્ઞાન દ્રવ્યને દેશતઃ જાણે છે. શ્રુતજ્ઞાન સર્વતઃ જાણે છે. આથી મતિજ્ઞાનની અપેક્ષા શ્રુતજ્ઞાન વિશિષ્ટ છે. જે ૫૦ |
તત્વાર્થનિર્યુકિત-પહેલા મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ જ્ઞાન રૂપ સમ્યકજ્ઞાન મોક્ષનું સાધન છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું. તેમાં પણ પ્રધાન હોવાથી કેવળજ્ઞાનનું પ્રથમ નિરૂપણ કરવામાં આવ્યું. તેના પછી મતિજ્ઞાન આદિનું કથન કરવામાં આવ્યું. હવે તે પાંચ જ્ઞાનમાં ઉત્તરોઉત્તર વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
પૂર્વોક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યમાં થાય છે પરંતુ બધાં પર્યામાં થતી નથી. આ કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વદ્રવ્ય પર્યાય વિષયક નથી, તે પણ ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ રૂપ સર્વદ્રવ્યને જાણે છે. આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જીવ બધાં દ્વવ્યને તે જાણે છે પરંતુ તેના બધાં પર્યાયાને જાણતા નથી. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા ઉપલબ્ધ પદાર્થોને અક્ષરપરમ્પરાની પરિપાટી વગર જ દ્રવ્યાનું જ્ઞાન કરે છે ત્યારે બધાં દ્રવ્ય મતિજ્ઞાનના વિષય બની જાય છે. પરન્ત બધાં દ્રવ્યના બધા પર્યાય તેના વિષય થઈ શકતા નથી, કારણકે તે ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે અને બધાં પર્યાયને જાણવામાં અસમર્થ છે. આ રીતે તે શ્રતગ્રંથ અનુસાર ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદગલ અને જીવ દ્રવ્યોને જાણે છે પરંતુ તેના બધા પર્યાયાને જાણતું નથી. એમાં પણ મતિજ્ઞાન દ્વારા એક દેશથી જ દ્રોને જાણે છે, સર્વ દેશથી નહીં. શ્રુતજ્ઞાન દ્વારા સર્વદેશથી જાણે છે. પરંતુ આ બંને જ્ઞાનથી દ્રવ્યના સમસ્ત પર્યાય જાણુ શક્તા નથી, આ એને ફલિતાર્થ છે. નન્દીસૂત્રના ૩૭માં સૂત્રમાં કહ્યું છે દ્રવ્યની અપેક્ષા મતિજ્ઞાની સામાન્ય રૂપથી બધાં દ્રવ્યને જાણે છે પણ તે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૯૬