________________
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનપૂર્વક થતું નથી નદી સૂત્રના ૨૪માં સૂત્રમાં કહ્યું છે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે, પરંતુ મતિ. જ્ઞાન શ્રત પૂર્વક થતુ નથી.
અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન બાર પ્રકારનું છે-અ,ચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધ કથાન, ઉપાસકદશાંગ, અનુત્તરોપપાતિક દશગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકતાંગ, અને દૃષ્ટિવાદ અગર દષ્ટિપાત.
અંગબાહ્ય બે પ્રકારનું છે. આવશ્યક અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યકના છ ભેદ છે-(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદણ (૪) પ્રતિક્રમણ (૫) કાસગ અને (૬) પ્રત્યાખ્યાન, આવશ્યકતિરિકત બે પ્રકારના છે-કાલિક અને ઉત્કાલિક તેમાં કાલિક અનેક પ્રકારના છે જેમકે–ઉત્તરાધ્યયન દશા કલ્પ વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રાપ્તિ, બુદ્રિકાવિમાનપ્રવિભકિત, મહલિકાવિમાનપ્રવિભકિત, અંગચૂલિકા, વચૂલિકા વિવાહ ચૂલિકા. અરૂણપપાત, વરૂણે પાત, ગરૂડે પાત, ધરણે પાત, વિશ્રમણોપાત વેલંધરે પપાત દેવેન્દ્રો પપાત, ઉત્થાનસૂત્ર, સમુદ્યાનસૂત્ર, નિરયાવલિકા કલ્પિકા. કલ્પાવતસિકા, પુલ્પિકા, પુષ્પલિકા ઈત્યાદિ
ઉત્કાલિક સૂત્ર પણ અનેક પ્રકારના છે જેવાકે દશવૈકાલિક, કલ્પિકાકાલ્પિક, ભુલકલ્પશ્રત, મહાકલ્પકૃત, ઉપપાતિક, રાજપ્રશ્રીય, વાભિગમ, પ્રજ્ઞાપના મહાપ્રજ્ઞાપના ઈત્યાદિ. સ્થાનાંગસૂત્રના દ્વિતીયસ્થાનના પ્રથમ ઉદેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે
શ્રુતજ્ઞાન બે પ્રકારના છે જે આ પ્રમાણે છે--અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય
નંન્દીસૂત્રના ૪૦ માં સૂત્રમાં કહ્યું છે – અંગપવિષ્ટ શ્રત કેટલા પ્રકારના છે ? ઉત્તર બાર પ્રકારના છે (૧) આચાર (૨) સૂત્રકૃત (૩) સ્થાન (૪) સમવાય (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અન્નકૂદશા (૯) અનુપાતિક (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ.
આથી આગળ નન્દીસૂત્રમાં જ ૪૪ માં સૂત્રમાં કહ્યું છે–અંગબાહ્ય ત બે પ્રકારના છે આવશ્યક અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યકના કેટલા ભેદ છે?
ઉત્તર–આવશ્યકના છ ભેદ છે–સામાયિક ચતુર્વિશતિસ્તવ, વંદણા પ્રતિક્રમણ કોત્સર્ગ અને પચ્ચખાણ. આવશ્યકળ્યતિરિકતના કેટલા ભેદ છે ? ઉત્તર-આવ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૮૯