________________
છે અથવા ઉતરીય આ પ્રકારના સંશય થવાથી “ આ દક્ષિણી હવે જોઈએ એ રીતે એક તરફ નમેલું જે જ્ઞાન થાય છે તે ઈહાજ્ઞાન કહેવાય છે. સંશયમાં બને કેટિઓ સરખી છે. જ્યારે કે ઈહામાં એક કેટિની શક્યતા વધેલી હોય છે. તેમ છતાં આ ઈહાજ્ઞાન નિશ્ચયની કેટિ સુધી પહોંચી શકતું નથી. ત્યારબાદ ભાષા આદિની વિશેષતાથી “આ દક્ષિણી જ છે” એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય કહેવાય છે. અવાયજ્ઞાન જ્યારે એટલું દઠ થઈ જાય છે કે સંસ્કાર ઉત્પન્ન કરી શકે ત્યારે તેને ધારણા નામથી ઓળખે છે. આ ધારણુજ્ઞાનથી કાલાન્તરમાં સ્મૃતિ ઉત્પન્ન થાય છે.
- આ રીતે જે કમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે તે કમથી તેમને સત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સર્વ પ્રથમ વિષય (વસ્તુ) અને વિષયી હન્ડિય) ને એગ્ય દેશમાં સંબંધ થવાથી દર્શન ઉત્પન્ન થાય છે, દર્શનની અનન્તર સામાન્ય રૂપે અર્થનું ગ્રહણ થવું અવગ્રહ કહેવાય છે. ઈહા પછી વિશેષને નિશ્ચય થ અવાય છે. તેના પછી ધારણુ જ્ઞાન થાય છે. જે કાળાન્તરે સ્મરણનું કારણ બને છે. ૪૫ છે
તત્વાર્થનિયુકિત પહેલાં નિરૂપણ કર્યું કે મતિજ્ઞાન બે પ્રકારનાં છે સ્પર્શનાદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થનાર અને મનથી ઉત્પન્ન થનાર. હવે મતિજ્ઞાન નાં ૩૩૬ ભેદેનું પ્રતિપાદન કરવા માટે સર્વ પ્રથમ ચાર ભેદનું કથન કરીએ છીએ
પૂર્વોકત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આમાંથી અવગ્રહને અર્થાત્ સામાન્ય રૂપથી પદાર્થનાં બેધને અગ્રવહ કહે છે ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સનિપાત પછી સર્વપ્રથમ દર્શને પગ થાય છે. દર્શને પગ પછી જે અવ્યકત, અપરિફુટ બોધ અંશ થાય છે તે વ્યંજના વગ્રહ કહેવાય છે. અને વ્યંજનાવગ્રહની પછી અવાનાર સામાન્યને જાણનારૂ જ્ઞાન અર્થાવગ્રહ કહેવામાં આવે છે. સામાન્ય રૂપથી જાણેલા તે જ વિષયમાં વિશેષ જાણવાની જે આકાંક્ષા થાય છે અથવા જે ઉપક્રમ થાય છે તેને ઈડ કહે છે. ઈહાજ્ઞાન જે કે વિશેષને નિર્ણય કરી શકતું નથી. તે પણ વિશેષની તરફ ઉન્મુખ થઈ જાય છે. ત્યાર પછી જ્યારે જ્ઞાન વિશેષને નિશ્ચય કરી લે છે. ત્યારે તે અવાય કહેવાય છે. જેમકે આ બગલાંની હાર જ છે, ધજા નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૮૩