________________
રૂપ વિઘના સદૂભાવથી તેને પ્રાપ્ત કરી શકતું નથી. તેમજ તેનું પાલન કરવાને પણ પ્રયત્ન કરતા નથી. જેમ કોઈ પુરુષ ન્યાયપૂર્વક દ્રવ્યોપાર્જન કરતો હોય વિપુલ, વૈભવ તથા સુખસામગ્રી સંપન્ન ઉચ્ચ પરિવારમાં ઉત્પન્ન થયે હોય પરંતુ સંસર્ગ દોષથી જુગાર રમવાના અપરાધ બદલ તેને રાજદંડના ભાગી થવું પડયું હોય તેથી તેનું અભિમાન ખંડિત થઈ જાય છે. દંડ પશ્વિક તેને સતાવે છે તે પિતાના કુકર્મને પિતાની પ્રતિષ્ઠાથી પ્રતિકુળ સમજે છે તેમજ પોતાના કુળની પ્રતિષ્ઠાને કાયમ રાખવાની અભિલાષા કરે છે. પરંતુ દંડપાશ્વિકે આગળ તે કશું કરી શકતો નથી. બરાબર એવી જ રીતે આ જીવ અવિરતિને કુકમની બરાબર સમજે છે અને અમૃત જેવી વિરતિના સુખસોંદર્યની આકાંક્ષા સેવે છે પરંતુ દંડપાશ્વિકની માફક દ્વિતીય કષાય અપ્રત્યાખ્યાનના ઉદયની આગળ તેનું કંઇ નિવડતું નથી. તે વ્રત પ્રત્યે ઉત્સાહ પણું પ્રદર્શિત કરી શકતું નથી. આથી તે અવિરત સમ્યક્દષ્ટિ કહેવાય છે. આ મિશ્રદષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી નિર્જરા કરે છે.
(૫) અવિરત સમ્યક દષ્ટિ જીવ જ્યારે થોડી વધારે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉપશમાદિ કરે છે ત્યારે તેનામાં દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપોથી મુકત થઈ જાય છે. ત્યારે વિરતાવિરત અથવા દેશવિરત કહેવાય છે. આ અવસ્થામાં તે અવિરત સમ્યક્દષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્ભર કરે છે.
(૬) ત્યારબાદ જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાય પણ દૂર થાય છે. અને પરિણામમાં વિશેષ શુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વવિરતિને અંગીકાર કરે છે. પરંતુ બાહા ક્રિયાઓમાં નિરત હેવાથી થડે પ્રમાદયુક્ત હોય છે. આ વિરતાવિરતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે. જે
(૭) પ્રમત્ત સંયત પુરૂષ જ્યારે પરિણામ વિશુદ્ધિને કારણે પ્રમાદને પરિત્યાગ કરી દે છે આત્માભિમુખ થઈને બહ્ય વિકલ્પથી શૂન્ય થાય છે ત્યારે અપ્ર મત સંયત કહેવાય છે. આ પ્રમતસંયતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે.
આ રીતે પરિણામોની શુદ્ધિથી ક્રમશ ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થઈને (૮) નિવૃત્તિ બાદર (૯) અનિવૃત્તિ બ દર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાન મેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સંગીકેવળી પણ અસંખ્યાતગણી નિર્જરાવાળા હોય છે. સંગીકેવળી જયારે ચોગને નિરોધ કરીને અગકેવળી અવસ્થામાં પહોંચે છે. ત્યારે સર્વ કર્મક્ષયરૂપ નિજા કરે છે.
આ બધાનુ વિશદ વર્ણન સમવાયાંગ સૂત્રની મારી રચેલી ભાવધાની ટીકામાં, ચૌદમા સમવાયમાં જેવા ભલામણ છે. કહ્યું પણ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬૫