________________
બુદ્ધિમાં એક પ્રકારની દુર્બળતા ઉત્પન્ન થઈ જાય છે કે જેના કારણે તે સમ્યક તથા અસમ્યકૂને વિવેક કરી શક્તા નથી. જેવી રીતે દહીં અને સાકરનું મિશ્રણ કરવાથી ન તે ખાટો સ્વાદ રહે છે, ન મઠે, મિશ્ર વાદ હોય છે. એવી જ રીતે મિશ્રમોહનીય કર્મના ઉદયથી મિશ્રિત પરિણામ થાય છે. સાસ્વાદન સમ્યક્ત્વની રિથતિની અપેક્ષા આ સ્થિતિમાં અસંખ્યાલગણ નિર્જરા થાય છે
() જે જીવ મિથ્યાત્વ મેહનય કર્મને ઉપશમ ક્ષય અથવા ક્ષપશમથી સમ્યકવન પ્રાપ્ત કરી લે છે તે સમ્યક્ દષ્ટિ કહેવાય છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી એકદેશવિરતીને પણ પ્રાપ્ત નહીં થવાથી અવિરત હોય છે. તેની અવરથા અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન છે. આ જીવ સર્વજ્ઞપ્રણીત વિર. તીને સિદ્ધિ રૂપી મહેલમાં પ્રવેશ કરવા માટેની સીડી સમાન સમજે છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદવરૂપ વિઘના કારણે તેને પ્રાપ્ત કરી શકતો નથી. તેનું પાલન કરવા માટે પ્રયત્ન પણ નથી કરતા, તે અવિરતસમ્યક્ દષ્ટિ કહેવાય છે. કોઈ પુરૂષ ન્યાયનીતિથી ધર્મોપાર્જન કરતા હતા, પ્રચુર ભેગવિલાસ અને સુખસામગ્રીમાં ઉત્પન્ન થયો. ઉત્તમ કુળમાં જન્મે પરંતુ જુગારીઓની સેબતમાં જ પડીને જુગાર રમવા લાગ્યા પરિણામે તેને રાજદંડની પ્રાપ્તિ થઈ તેનું અભિમાન ઓસરી ગયું. દંડપાશિક તેને સતાવે છે. તે પોતાના કુકૃત્યને પિતાની પ્રતિષ્ઠાની પ્રતિકૂળ સમજે છે. પિતાના કુળની પ્રતિષ્ઠાને કાયમી રાખવા ઈચ્છે છે. પરંતુ દંડપા શિક આગળ તેની એક પણ યુક્તિ કારણગત નિવડતી નથી. તેવી જ રીતે આ જીવ અવિરતીને કુકૃત્યની બરાબર સમજે છે. તે અમૃત જેવા વિરતી સુખની ઝંખના પણ કરે છે. પરંતુ દંડાશિકની જેમ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયને કારણે વિરતીને માટે ઉત્સાહ પણ પ્રગટ કરી શકતો નથી. આ અવિરત સમ્યફદષ્ટિ પુરૂષ મિશ્ર દષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્જરા કરે છે.
(૫) અવિરતસમ્યફદષ્ટિ જીવ અપ્રત્યાખ્યાન કષાયના ક્ષય અથવા ઉપશમથી જ્યારે થોડી વિશુદ્ધિ સંપાદન કરે છે અને દેશવિરતી–આંશિકચારિત્ર પરિણા મને પ્રાપ્ત કરે છે ત્યારે વીરતાવિત કહેવાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ સૂમપ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થત નથી. આ જીવ શ્રાવક કહેવાય છે અને તે અવિરત સમ્યફદષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણું કર્મ નિજાને ભાગી થાય છે.
આજ રીતે પછી પણ ચૌદમા ગુણસ્થાન પર્યત જાતે જ સમજી લેવું ઘટે.૩૬ તત્ત્વાર્થનિયુકિત--પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે અનશન આદિ બાહ્ય તપશ્ચર્યાના અનુષ્ઠાનથી પ્રાયશ્ચિત આદિ આભ્યન્તર તપના અનુષ્ઠાનથી તથા કર્મના વિપકથી નિજા થાય છે. પરંતુ તે નિર્જ મિથ્યાદષ્ટિ આદિ બધાને સરખી જ થાય છે. કે એમાં કોઈ વિશેષતા છે એ શંકાનું નિવારણ કરવા અર્થે કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬૩