________________
કે તે નિર્જરા મિથ્યાદૃષ્ટિ વગેરેની માફક હેય છે કે તેમાં કોઈ ફેર પડે છે?
(૧) મિથ્યાદષ્ટિ (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ (૩) સમ્યગુમિથ્યાદષ્ટિ (૪) અવિરતસમ્યક્દષ્ટિ (૫ વિરતાવિરત (૬) પ્રયત્તસંવત () અપ્રમત્ત સંયત (૮) નિવૃત્તિ બાદર (૯) અનિવૃત્તિનાદર (૧૦) સૂમસાપરાય (૧૧) ઉપશાન્તમોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સગિકેવળી અને (૧૪) અગિકેવળી, એમાંથી પહેલા -પહેલાવાળાની અપેક્ષા પછી-પછીવાળાને અસંખ્યાત અસંખ્યાત ગણી વધારે નિજ રા થાય છે. તાત્પર્ય એ છે કે મિયાદૃષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમકષ્ટિ અસંખ્યાતગણિ નિજર કરે છે. સાસ્વાદન સમ્યફષ્ટિની અપેક્ષા મિશ્રષ્ટિ અસંખ્યાતગણી નિજર કરે છે અને મિશ્રદષ્ટિની અપેક્ષા સમ્પફદષ્ટિ અસંખ્યાત ગણી નિર્ધાર કરે છે. એવી જ રીતે અગિ કેવળી પર્યન્ત સમજવું જોઈએ.
હવે આ બધાના સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ-(૧) જે જીવ દર્શન મેહનીયકર્મના ઉદયથી યુક્ત છે અને આ કારણે તત્વશ્રદ્ધાથી રહિત છે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે (૨) કોઈ મિથ્યાદષ્ટિ જીવે પંચેન્દ્રિય સંસી અને પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરીને તથા અપૂર્વકરણ આદિ પરિણામોને પ્રાપ્ત કરીને અને દર્શનમોહનીય કર્મને ઉપશમ કરીને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું પરંતુ અતમુહૂર્ત બાદ (કારણ કે પશમિક સમ્યકત્વ અત્તમુહૂર્ત સુધી જ રહે છે) તે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયે પરંતુ મિથ્યાત્વની સ્થિતિમાં પહોંચ્યું નથી. તે સમયની તેની દશા સાસ્વાદન સમ્યક્દૃષ્ટિ અવસ્થા કહેવાય છે. જેમ કે મનુષ્ય કોઈ મહેલની છત પરથી નીચે પડે અને પૃથ્વી પર ન પહોંચી શકે, એવી જ દશા સાસ્વાદન સમ્યગદષ્ટિની થાય છે. ધારો કે કેઈએ ખીરનું ભોજન કર્યું હોય અને તે તેનું વમન કરે ત્યારે ઉલટીના સમયે જે ખીરને સ્વાદ આવે છે તેવી જ રીતે સાસ્વાદન સમ્યકત્વના સમયે સમ્યગ દર્શનનું કંઈ કંઈ આસ્વાદન રહે છે. જીવની આ દશા ચૌદ ગુણસ્થાનેમાંથી દ્વિતીય ગુણસ્થાન કહેવાય છે. આ દશા સમ્યકત્વથી પડતી વખતે જ થાય છે. આને ઉત્કૃષ્ટ કાળ છ આવલિકા છે. મિથ્યાષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમ્યક્દષ્ટિ અસંખ્યાત ગણી અધિક નિર્જરા કરે છે.
(૩) મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવ ન તો પૂરી રીતે તત્વશ્રદ્ધાન કરે છે અને ન તની પ્રતિ એકાન્ત અઘદ્ધા જ કરે છે તેના પરિણામે તે સમય સેળભેળ અર્થાત્ સમ્યકત્વ મિથ્યાત્વમય હોય છે. આ મિશ્ર અવસ્થાને મિશ્રદષ્ટિ કહે છે. જેની દષ્ટિ અર્થાત્ શ્રદ્ધા આંશિક રૂપમાં સમીચીન અને આંશિક રૂપમાં અસમીચીન છે તે મિશ્રદષ્ટિ. બન્ધના સમયે મિથ્યાત્વના જ પગલે બંધાય છે પરંતુ તે પુદ્ગલ જ જ્યારે અર્ધવિશુદ્ધ અવાસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે મિશ્ર કહેવાય છે. આ મિશ્ર પુદ્ગલેના ઉદયથી જીવની
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬ ૨