________________
તત્વાર્થનિર્યુકિત-આની અગાઉ દર્શનવિનયના પ્રથમ ભેદ શુશ્રષણા વિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે બીજા ભેદ અનન્યાશાતના દર્શન વિનયની પ્રરૂપણ કરીએ છીએ
અહંન્ત આદિની આશાતના ન કરવા વગેરેના ભેદથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે–(૧) અહંત ભગવાનની અનન્યાશાતનાઆશાતના ન કરવી (૨) અહપ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચા યેની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) વિ. રની આશાતના ન કરવી (૬) કુળની આશાતના ન કરવી (૭) ગણુની આશાતના ન કરવી (૮) સંઘની આશાતના ન કરવી (૯) ક્રિયાની આશાતના ન કરવી (૧૦) સાંભંગિકની આશાતના ન કરવી (1) આભિનિધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૨) શ્રતજ્ઞાનની આશાતના ન કરવી (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) મન:પર્યાવજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) કેવળ જ્ઞાનની આશાતના ન કરવી, આ અહંત આદિના પંદર વિનય છે. આ જ અહંન્ત આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આજ પંદર ના સમદ્દભૂત ગુણેનું કીર્તન-વર્ણ સંજવલનતાથી પણ બીજા પંદર ભેદ થાય છે, આ રીતે બધાને ભેગા કરવાથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીસ પ્રકારના છે.
અહીં કુળને અર્થ છે એક આચાર્યના પરિવાર રૂપ સમાન આચારવિચારવાલા શ્રમણને સમૂહ-ગણને અર્થ થાય છે પરસ્પર સાપેક્ષ અનેક કળના શ્રમને સમુદાય સંઘ પદથી સમ્યફદર્શન આદિથી યુક્ત સાધુ સાવી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સમજ જોઈ એ ક્રિયા શબ્દ થી પ્રતિલેખન આદિ કિયાઓને ગ્રહણ કરવા જોઈએ. સાગ શબ્દને-અભિપ્રાય છે સમાન સમાચારવાળા શ્રમને પારસ્પરિક આહાર આદિ વ્યવહાર અર્થાત્ અંદરોઅંદર ઉપધિ વગેરેની લેવડદેવડ, એક સાથે બેસીને ભોજન કરવું, યાચિત વંદણું વગેરે કરવી. બીજું બધું સ્પષ્ટ જ છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે—
પ્રીન–અનત્યશાતનાવિનય કેટલા પ્રકારનો છે?
ઉત્તર--અનત્યાશાતનાવિનય પિસ્તાળીશ પ્રકાર છે જેમ કે(૧) અહંન્તની આશાતના ન કરવી (૨) અહં પ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચાર્યોની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) સ્થવિરેની (૬) કુળની (૭) ગણની (૮) સંઘની (૯) ક્રિયાઓની (૧૦) સામ્ભગિની (૧૧) આભિનિધિજ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪૯