________________
આચાર્ય આદિ જવાની તૈયારી કરતા હોય ત્યારે તેમની પાછળ પાછળ જવું, ગચ્છતે અનુગામનતાવિનય કહેવાય છેઆવી રીતે શુશ્રષણતાવિનય તપના અનેક ભેદ છે ૨૫ છે
તત્વાર્થનિયુક્તિ–પહેલા દર્શનવિનય તપના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પહેલા શુશ્રષાવિનય તપની પ્રરૂપણ કરીએ છીએ
વિધિપૂર્વક, પાંસે રહીને આચાર્ય આદિની શુશ્રષણા કરવી શુશ્રુષાતપ કહેવાય છે. આ તપ અભ્યસ્થાન આદિના ભેદથી અનેક પ્રકારના છે. જેવાકે (૧) અભ્યથાનવિનયતપ (૨) આસનાભિગ્રહવિનયત૫ (૩) આસનપ્રદાનવિનય તપ (૪) સત્કારવિનયતપ (૫) સન્માનવિનયત૫ (૬) કૃતિકર્મવિનયત૫ (૭) અંજલિપ્રગ્રહવિનયતપ (૮) અનુગામનતાવિનયતપ (૯) પર્યું પાસનાવિનયત૫ અને (૧૦) પ્રતિસન્હાનતાવિનય તપ.
(૧) આવી રહેલા આચાર્ય આદિની સામે ઉભા થઈ જવું, વિનયને યોગ્ય આચાર્ય આદિ પર નજર પડતાની સાથે જ આસન છેડી દેવું અભ્યOાનવિનય તપ કહેવાય છે (૨) આચાર્ય આદિ જ્યાં પણ બેસવાની ઈચ્છા કરે તે જ સ્થાને તેમના માટે આસન પાથરી દેવું આસનાભિગ્રહવિનય તપ કહેવાય છે. (૩) આચાર્યના આગમન પ્રસંગે આસન આપવું આસનપ્રદાન વિનય તપ છે (૪) વિનયને યોગ્ય આચાર્ય આદિને વંદન વગેરેથી આદર કરે સત્કારવિનય કહેવાય છે (૫) આચાર્ય આદિને આહાર વસ્ત્ર આર્દિ અચેત વસ્તુઓ દ્વારા આદર કર સન્માનવિનય તપ છે (૬) રત્નાધિક આચાર્ય આદિને વિધિપૂર્વક વંદણા કરવી કૃતિકર્મવિનય કહેવાય છે (૭) ગુરૂ આદિની સામે હાથ જોડવા અંજલિપગ્રહ તપ કહેવાય છે (૮) આવી રહેલા ગુરૂ આદિ ની સામાં જવું અનુગામનતા વિનય તપ છે (૯) ગુરૂના બેઠા પછી ઈચ્છાનુકૂળ સેવા કરવી પર્યાપાસના વિનય તપ છે. (૧૦) ગુરુ, આચાર્ય આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળ-પાછળ જવું પ્રતિસધાનતા તપ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન–શુશ્રષાવિનય કેટલા પ્રકારના છે ?
ઉત્તર–શુશ્રષાવિનય અનેક પ્રકાર છે જેવાકે અભુત્થાન, આસનાભિગ્રહ આસનપ્રદાન, સત્કાર, સન્માન, કૃતિકર્મ, અંજલિપ્રગ્રહ, અનુગામનતા સ્થિતની પણું પાસના જનારાનું અનુસરણ કરવું, આ બધાં શુશ્રષા વિનયના ભેદ છે ૨પા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
२४७