________________
(૨૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (૨૬) અન્નગ્લાયક (૨૭) ઓપનિ. હિતક (૨૮) પરિમિતપિડપાતિક (૨૯) શુદ્ધષણિક (૩૦) સંખ્યાદત્તિક આ રીતે ભિક્ષાચર્યા તપ અનેક પ્રકારના છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) દ્રવ્યાભિગ્રહચર-દ્રવ્યસંબંધી અભિગ્રહ ધારીને જે ભિક્ષાટન કરે છે, તે દ્વવ્યાભિ ગ્રહચર કહેવાય છે ભિક્ષાનું પ્રકરણ હોવા છતાં પણ ધર્મ અને ધર્મના અભેદની વિરક્ષા કરીને “ દ્રવ્યાભિચહચર ” એમ કહેવામાં આપ્યું છે. દ્રવ્યા ભિગ્રહ અહીં લેપકૃત આદિ દ્રવ્યસંબંધી સમજવું જોઈએ ભેજનું પાણી આદિ દ્રવ્યથી સંબંધ રાખનાર અભિગ્રહ દ્રવ્યાભિગ્રહ કહેવાય છે.
(૨) ક્ષેત્રાભિગ્રહચર– અમુક સ્થાન પર ગ્રહણ કરીશ? આ રીતે ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરીને જે ભિક્ષા કાજે ભ્રમણ કરે છે તે ક્ષેત્રાભિગ્રહચર કહેવાય છે. ક્ષેત્ર સંબંધી અભિગ્રહ ક્ષેત્રાભિગ્રહ છે.
(૩) કાલાભિગ્રહચર–પૂર્વાહૂણમાં જ ગ્રહણ કરીશ, અપરાહુણ અથવા મધ્યાહનમાં નહીં એ અભિગ્રહ રાખનાર કાલભિગ્રહચર કહેવાય છે. કાલ વિષયક અભિગ્રહ કાલાભિગ્રહ છે.
(૪) ભાવાભિગ્રહચર-અમુક પ્રકારને દાતા શુદ્ધ ભાવથી આપશે તે જ ગ્રહણ કરીશ એ રીતે દાતા સંબંધી અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ભાવાભિગ્રહચર કહેવાય છે, અથવા ગાવા અગર હસવામાં પ્રવૃત્ત પુરૂષ આદિ ના હાથે જ આહા૨ લઈશ એ અભિગ્રહ કર ભાવાભિગ્રહ સમજ.
(૫) ઉક્ષિપ્તચર-ગૃહસ્થ પિતાને માટે પાત્રમાંથી કાઢયું હોય તે ઉદ્ધતા કહેવાય છે. જે ભેજનાદિક પિતાના જ માટે વાસણમાંથી બહાર કાઢયું હોય તે જ ગ્રહણ કરીશ એ નિયમ ગ્રહણ કરનાર ઉક્ષિપ્તચર કહેવાય છે. બહાર કાલ) આહારને નિયમ સ્વીકાર કરે ઉક્ષિપ્ત અભિગ્રહ સમજવું જોઈએ,
(૬) નિક્ષિપ્તચર–રાંધવાના પાત્રમાંથી કાઢીને જે ભેજના અન્ય પાત્રમાં રાખી દેવામાં આવ્યું હોય તે નિશ્ચિત કહેવાય છે. આવા આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લેનાર નિક્ષિપ્તચર છે. નિક્ષિતવિષયક અભિગ્રહ નિક્ષિણાભિગ્રહ સમજવું જોઈએ.
(૭) ઉક્ષિપ્તચર–પાક પાત્રમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય અને અન્ય સ્થાન ઉપર રાખેલ હોય તે આહાર ઉક્ષિનિક્ષિપ્ત કહેવાય છે. તેને અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ઉક્ષિતનિક્ષિપ્તચર છે.
(૮) નિક્ષિપ્તક્ષિપ્તચર--પાકપાત્રમાંથી બહાર કાઢેલ હોય, અન્ય સ્થાન પર રાખી દેવામાં આવ્યું હોય તેને જ ફરી હાથમાં લેવામાં આવ્યો હોય એ આહાર મળશે તો જ ગ્રહણ કરીશ એવો નિયમ અંગીકાર કરનાર નિક્ષિત ઉક્ષિપ્તચર કહેવાય છે.
(૯) વલ્યમાનચર–જે પીરસવામાં આવી રહેલે આહાર મળશે તે જ લઈશ એ અભિગ્રહ કરનાર વલ્યમાનચર કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
२२८