________________
(૧૦) સૌહિયમાણુચર--અત્યન્ત ઉષ્ણુ આહાર ટાઢા કરવા માટે થાળી વગેરેમાં પાથરવામાં આવ્યા હાય, તેને પુનઃ પાત્રમાં નાખવમાં આવી રહ્યો હોય તે આહાર સંહિયમાણુ કહેવાય છે. આવે! જ આહાર લઈશ, એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી સહિયમાણુચર છે.
(૧૧) ઉપનીતચર--જે લેાજનને કાઈ બીજાએ ગૃહસ્થને માટે મેકલ્યું ઢાય તે ઉપનીત કહેવાય છે અને તેના અભિગ્રહ કરનાર ઉપનીતચર છે. હું તે જ ભાજન ગ્રહણ કરીશ જે ખીજાએ ગૃહસ્થ માટે માલ્યુ હાય એવી આખડી કરવી ઉપનીતાભિગ્રહ છે.
(૧૨) અપનીતચર——ગૃહસ્થે કોઈને આપવા માટે અન્યત્ર રાખવામાં આવેલ હાય એવા આહારને ગ્રહણ કરવાના નિયમ સ્વીકાર કરવા વાળા અપનીતચર કહેવાય છે. જે આહાર ખીજાને આપવા માટે કાઢીને અન્યત્ર રાખવામાં આવ્યા હાય, તે આહાર સંખ'ધી અભિગ્રહ અપનીતાભિગ્રહ સમજવા જોઇએ.
(૧૩) ઉ૫નીતાપનીતચર--જે આહાર ખીજાને માકલ્યા હોય તે એ સ્થાનાન્તર પર રાખવામાં આવ્યા હાય તા જ તેને લઈશ, એવા અભિગ્રહ કરીને અટન કરનાર તપસ્વી ઉપનીતાપનીતચર કહેવાય છે.
(૧૪) અપનીતે પનીતચાર--કાઇને આપવા માટે પાત્રમાંથી કાઢીને મહાર રાખવામાં આય હાય અને તે ગૃહસ્થને ત્યાં માકલી દેવામાં આવ્ય ઢાય તે અપનીતેાપનીત કહેવાય છે. એવા આહારને ગ્રહણ કરવાના અભિગ્રહ કરનાર અપનીતે પનીતચર છે.
(૧૫) સસૃષ્ટચર-શાક દાળ આદિથી ભરેલા (ખરડાયેલા) હાથ આદિ થી આપવામાં આવતા આહાર સસૃષ્ટ કહેવામાં આવે છે. તેના એલિગ્રઢ ધારણ કરીને ભિક્ષાર્થે અટન કરનાર સસુષ્ટચર કહેવાય છે
(૧૬) અસ’સષ્ટચર-જે હાથ, પાત્ર અથવા ચમચા શાક આદિથી લદાયેલા ન હોય તે અસંસૃષ્ટ કહેવાય છે. આવા હાથ વગેરેથી જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરનાર અસસૃષ્ટચર સમજવા જોઇએ
(૧૭) તજજ્જાતસ સૃષ્ટચર-જે દ્રવ્યથી હાથ વગેરે તે વસ્તુ લેવાના જે અભિગ્રહ ધારણ કરે છે તે તજાત
સ'સૃષ્ટ છે તેનાથી સૃષ્ટચર કહેવાય છે
(૧૮) અજ્ઞાતચર-અજ્ઞાત અર્થાત્ અપરિચિત ગૃહસ્થના ઘેરથી જે ભિક્ષા લે તે અજ્ઞાતચર કહેવાય છે.
(૧૯) મૌનચર–મૌન ધારણ કરીને ભિક્ષાટન કરનાર
(૨૦) દ્રષ્ટલાલિક-પ્રત્યક્ષ જોઇ શકાય તેવા આહાર પાણીના લાભ થવા દ્રષ્ટલાલ કહેવાય છે અથવા જે સૌ પ્રથમ જોવામાં આવે એવા દાતા અથવા ઘરેથી આહાર આદિને લાભ થવા દ્રષ્ટલાભ છે. આવા આહાર વગેરેને જ ગ્રહણ કરવાના નિયમનેા અંગીકાર કરનાર દ્રષ્ટલાભિક કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૩૦