________________
છે અને અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરત તથા પ્રમત્તસયતમાં ગૌણપણાથી હાય છે. આવી જ રીતે ઉપશાન્ત કષાય અને ક્ષણુકષાયમાં પણ ચારે પ્રકારના ધર્મ ઘ્યાન હાય છે. તા ૭૩ !!
તત્ત્વાથ નિયુક્તિ--પહેલાં ઘ્યાનના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. તેમાંથી પ્રત્યેના ચાર ચાર ભેદ્દેનું નિરૂપણ કરતા થકા આર્ત્ત ઘ્યાન અને રૌદ્રધ્યાન ના ચાર ચાર ભેદ કહેવાઇ ગયા છે. હવે ક્રમપ્રાપ્ત ધમ ધ્યાનના ચાર ભેદોનું નિરૂપણ કરીએ છીએ-
ધમયાન ચાર પ્રકારના છે-(૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય આ ધ્યાન અપ્રમત્તસયત, ઉપશાન્તમેાહ અને ક્ષીણમાહ સયાને થાય છે. સવજ્ઞની આજ્ઞા આદિનુ ચિંતન ધર્મધ્યાન કહેવાય છે. વળી કહ્યું પણ છે—સૂત્રાÖસાધન, મહાવ્રતધારણુ અન્ય, મેક્ષ અને ગમનાગમનનુ' ચિંતન, પાંચ ઇન્દ્રિયના વિષયાથી ઉપશમ અને જીવ~~ દયાને, ધ્યાનવેત્તા પુરૂષ ધર્મધ્યાન કહે છે.
આજ્ઞાવિચય,અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયના ભેદથી ધૈ ધ્યાન ચાર પ્રકારના છે. સર્વજ્ઞ તીથંકર દ્વારા ઉપાષ્ટિ આગમ ને આજ્ઞા કહે છે, તેનું ચિન્તન કરવુ. આજ્ઞાવિચય ધ્યાન છે. તીર્થંકર ની આજ્ઞા પૂર્વાપર વિધથી રહિત છે. અત્યન્ત નિપુણુ છે સમસ્ત જીવેનું હિત કરનારી છે, નિરવધ છે મહા થી યુકત છે મહાનુભાવ છે. કુશળ પુરૂષા દ્વારા જ જ્ઞેય છે દ્રબ્યા અને પર્યાયાના વિસ્તારથી યુકત છે અને અનાદિ નિધન છે. આ જાતનુ· ચિન્તન કરવું આજ્ઞા વિચય છે.
નન્દીસૂત્રમાં કહ્યુ` છે—આ દ્વાદશાંગ ગણુિપિટક કયારેય પણ ન હતું એમ નથી, કયારેયપણુ નથી, એમ પણ નથી, કયારે પણ હશે નહી એવુ' પણુ નથી, ઈત્યાદિ જો પ્રજ્ઞાની દુબ ળતાના કારણે ઉપયેગ લગાવવાથી પણ કોઈ વાસ્તવિક વસ્તુ ન સમજાય તે એમ જ સમજવું જોઈએ કે મારૂ જ્ઞાન આવરણુ વાળુ છે. આથી જ મારી સમજણમાં આવતુ નથી. જિનેન્દ્ર ભગવાને કેવળ જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યુ' છે. તેએ સત્યવકતા છે. રાગદ્વેષ તથા માહથી રહિત છે તેમજ સર્વજ્ઞ છે, જે વસ્તુ જે સ્વરૂપે છે. તેને તેએ એ જ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. અન્યથા રૂપે નહી. તેમનામાં મિથ્યાભાષણનુ’ કોઇ કારણુ વિદ્યમાન નથી. આથી આ આગમ-શાસ્ત્ર સત્ય જ છે અને આ વિવિધ પ્રકારના દુ:ખાથી વ્યાપ્ત સ’સારસાગરથી તારનાર છે’ આ રીતે આજ્ઞારૂપ આગમમાં મૃત્યાધાન કરવું આજ્ઞા વિચય નામક પ્રથમ ધર્મ ધ્યાન છે ખીજું ધર્મ ધ્યાન અપાયવિચય છે. અપાયેનેા અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખાનુ ચિન્તન કરવું અપાયવિચય છે. જેમનુ' ચિત્ત રાગ અને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૯૫