________________
તત્વાર્થદીપિકા-આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાનના ભેદથી ચાર પ્રકારના ધ્યાનમાંથી પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ અને રૌદ્રધ્યાનના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત ધર્મધ્યાનના ચાર ભેદનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–
ધર્મયાન ચાર પ્રકારના છે– (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય આજ્ઞા આદિ જિન ચાર પ્રકારના છે આથી ધર્મધ્યાન પણ ચાર પ્રકારના છે. ધર્મ એ વસ્તુને સ્વભાવ છે. કહું પણ છે–
વસ્તુને સ્વભાવ ધર્મ કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ભાવ પણ ધર્મ કહેવાય છે ચારિત્ર પણ ધર્મ કહેવાય છે અને જેનું રક્ષણ કરવું એ પણ ધર્મ કહેવાય છે ' છે ૧ છે
ધર્મનું ધ્યાન અથવા ધર્મવિષક ધ્યાન ધર્મધ્યાન છે. તેના ચાર પ્રોજન છે આથી પ્રજનના ભેદથી ધર્મધ્યાનના પણ ચાર ભેદ છે.
વિચય અર્થાત્ ચિન્તન આજ્ઞાનું અર્થાત્ જિનેન્દ્ર ભગવાનના ઉપદેશનું ચિન્તન કરવું આજ્ઞાવિચય છે. વર્તમાનકાળમાં વિશિષ્ટ ઉપદેટાને અભાવ હોવાથી બુદ્ધિની મદતાથી, જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અને વસ્તુસ્વરૂપની ગહનતાથી હતુ અને દૃષ્ટાન્તના અભાવમાં પણ સર્વજ્ઞપ્રણીત આગમને પ્રમાણ ભૂત માનવા અને એવું સમજવું કે, ભગવાન તીર્થકરે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય અને તથ્ય છે જ. વીતરાગદેવ અન્યથાવાદી હોઈ શકે નહીં, આ જાતની શ્રદ્ધા રાખતા થકાં અર્થને નિશ્ચય કરે આજ્ઞાવિય ધર્મધ્યાન કહેવાય છે અથવા જેણે વસ્તુના સ્વરૂપને સ્વયં પારખી લીધું છે અને જે બીજાઓને તે સમજાવવા ઇરછે છે તે પિતના સિધાન્તથી અવિરૂધ તત્વનું સમર્થન કરવા માટે તકે નય અને પ્રમાણપૂર્વક સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને પ્રકાશિત કરે છે. આ પણ આજ્ઞાવિચય ધ્યાન છે રાગ-દ્વેષ આદિથી ઉત્પન્ન થનારા અનર્થ “અપાય” કહેવાય છે તેમનું ચિંતન કરવું અપાયવિચય છે જેઓ મુમુક્ષુ છે પરંતુ જન્માંધની માફક મિથ્યા દષ્ટિવાળા છે અને સર્વજ્ઞપ્રણીત માગથી વિમુખ છે, તેઓ સમીવન માગથી અનભિજ્ઞ હોવાથી મોક્ષથી આઘા ને આઘા જાય છે. તેમને જે અનર્થોને સામનો કરવો પડે છે. તેને વિચાર કરવો અપાયવિચય છે. - જ્ઞાનાવરણીય આદિ કર્મોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ અને ભવના નિમિત્તથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું ચિન્તન કરવું વિપાકવિચય છે
દ્વિીપ, સમુદ્ર, લેક આદિના આકારનું ચિંતવન કરવું સથાન વિચય ધર્મધ્યાન છે. આ ચારે પ્રકારના ધર્મધ્યાન અપ્રમત્તસંયતેમાં સાક્ષાત્ હોય
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૯૪