________________
અને એલફેલ જેટલાં પણ વચન છે અથવા પ્રવચનથી વિરૂદ્ધ જે વચન છે. તે સઘળાને અશુભ વચનગ સમજી લેવા જોઈએ. અભિધ્યા હિંસા, ઈર્ષા, દ્રો આદિ જેટલાં પણ અપ્રશસ્ત માનસિક વ્યાપાર છે તે મનોગમાં પરિણત થાય છે. સદૈવ પ્રાણિઓના દ્રોહ-અનિષ્ટનું ચિન્તન કરવું તે અભિવ્યા છે. જેમ કે એવું વિચારવું કે–અમુક મરી જાય તો અમે સુખે રહીએ અને શત્રુ અમુક પુરૂષ છે તેને ગુસ્સામાં લાવી દઈએ જેથી તે પેલાને મારી નાખે આ પ્રકારનું ચિન્તન સાપાય ચિન્તન કહેવાય છે બીજાનાં ગુના ઉત્કર્ષને સહન ન કરી શકવા તે ઈર્ષ્યા છે. બીજાનાં ગુણેને પણ દેષના રૂપમાં પ્રગટ કરવા એ અસૂયા છે. અભિમાન, હર્ષ, શક, ગરીબાઈ, આદિ પણ અશુભ મને જ સમજવા જોઈએ.
ઉલિખિત અશુભ કાયિક વાચિક અને માનસિક યેગથી વિપરીત જે વેગ છે તે શુભ છે.
સમવા માંગસૂત્રમાં કહ્યું છે–આસવદ્વાર પાંચ છે-યથા-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ ભગવતી સૂત્રના સોળમાં શતકના ઉદ્દેશક પ્રથમ સૂત્ર પ૬૪માં કહ્યું છે-“યોગ ત્રણ પ્રકારનાં કહેવામાં આવ્યા છે, મને યોગ, વચનયોગ અને કાયોગ સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ–આદિ શબ્દથી મિથાવ વિરતિ, અવિરતિ, પ્રમાદ, કષાય યોગનું ગ્રહણ થાય છે. આનાથી ફલિત એ થયું કે મનોગ, વચનયોગ કાયયોગ, મિથ્યાત્વ વિરતિ, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ આ બધાં આસ્રવ છે જેમ તળાવમાં પાણીના આવવાનું જે દ્વાર છિદ્ર વગેરે છે તે આસ્રવ કહેવાય છે, તેજ રીતે યંગ મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાયયોગ રૂપી ગરનાળાથી આત્મામાં જે કર્મ આવે છે તેમને પણું આસવ કહેવામાં આવે છે.
પુણ્યપાપ કે આસ્રવોં કે કારણ “go વાવાળું નાણુમા ગોળા’ સૂવાથ–શુભયોગ પુણ્યનું અને અશુભયોગ પાપનું કારણ છે પરા
તત્વાર્થદીપિકા–પહેલા આસવ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એ દર્શાવીએ છીએ કે પુણ્ય અને પાપને આસ્રવ કયા કારણથી થાય છે ?
કર્મના બે ભેદ છે–પુણ્યકર્મ અને પાપકર્મ આમાંથી પુણ્યકર્મના આશ્વવનું કારણ શુભયોગ અને પાપકર્મના આશ્વવનું કારણ અશુભ કર્મ છે. પ્રાણાતિપાત, ચેરી, મૈથુન આદિ અશુભ કાયાગ છે. અસત્ય, કઠેર, અસભ્ય અથવા અકલીલ વચન બોલવા અશુભ વચનગ છે હિંસાનો વિચાર કરે, ઈર્ષા કરવી, દ્રોહકર આદિ અશુભ મનેયોગ છે. આનાથી જે વેગ છે તેમને શુભ કાયાગ વગેરે સમજવા જોઈએ મારા
તત્વાર્થનિર્યુક્તિ-અગાઉ યોગના બે પ્રકાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨