________________
ચોગના પણ આજ પ્રકારના બે-બે ભેદ છે. શુભને અર્થ છે પુણ્ય અથવા સાતા વેદનીય આદિ સમસ્ત કમીને ક્ષય, જે વેગ આનું કારણ હોય છે તેથી શુભ કહેવાય છે. અશુભગ પાપરૂપ હોય છે. નરક આદિમાં ઉત્પન્ન થવું એ તેનું ફળ છે. સંસારની પરમ્પરાને વધારવાના કારણ રૂપ હોવાથી તે અશુભગ કહેવાય છે.
હિંસા કરવી, ચોરી કરવી, અબ્રહ્મચર્યનું સેવન કરવું આદિ અશુભ કાયણ છે. કેવળ કાગ અસંજ્ઞી અને વચન લબ્ધિથી રહિત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવમાં જ જોવામાં આવે છે. ત્રણે ગોથી યુકત પણ જે પ્રાણી માનસિક વ્યાપારથી રહિત થઈને જીવને ઘાત કરે છે તેને કાયિકોગ જ માનવામાં આવે છે. કારણ કે તે સમયે તેના મન અને વચનના વ્યાપાર ગૌણ હોય છે. તેનું મન બીજે કશેક હોય છે અને વચન વળી કઈ બીજી જ વાત કહે છે આવા પ્રમાદી પુરૂષના કાયિક વ્યાપાર કાયયંગ જ સમજ જોઈએ એવી જ રીતે બીજા કેઈ અચિન્તીત અર્થવાળા વચનગથી હિંસા કરે છે, કેઈ કાય અને વચનની ક્રિયાથી નિરપેક્ષ થઈને માત્ર માનસિક વ્યાપારથી જ હિંસા કરે છે અને કેઈ કાય, વચન તથા મન-ત્રણેના વ્યાપારથી ચુકત થઈને જીવોને પીડા પહોંચાડે છે. આમાંથી પ્રાપ્ત કાયયોગીની જ વિવક્ષા કરવામાં આવી રહી છે. આવી જ રીતે બીજા દ્વારા ગૃહીત અને અદત્ત તૃણ આદિને પણ ગ્રહણ કરવું એ સ્તય (ચેરી) છે. આ સ્તેય પણ બે પ્રકારનું છે-કોઈપણ એક વેગથી થનારી તેમજ ત્રણે વેગથી થનારી અત્રે ફક્ત કાય વ્યાપાર રૂપ જ સમજવું જોઈએ. વેદના ઉદયથી વિષયનું સેવન કરવું અથવા પિતાના અવયવ વિશેષની પ્રેરણાથી સ્પર્શ સુખનો અનુભવ કરે અબ્રહ્મચર્ય છે. અહીં કાયિક વ્યાપારરૂપ અબ્રહ્મચર્ય જ સમજવું જઈએ આકાંક્ષા મોહનીયનો સદુભાવ થવાથી પૃથવીકાય આદિમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા વિદ્યમાન રહે છે.
સળગાવવું છેદન-ભેદન કરવું, આલેખન કરવું, હસવું, દેડવું, કૂદવું, લંઘવું, ચઢવું-ઉતરવું, પછાડવું આદિ-આદિ કર્મ અશુભ કાયયોગ કહેવાય છે. સાવદ્ય ભાષા પદવી અસત્ય ભાષણ કરવું, કઠેર વચન કહેવા, ચાડી ખાવી આદિ અશુભ વચનયોગ છે વચન ભલે સત્ય હોય પણ જે તે અસાવધ હોય તે અશુભ વચનગ જ સમજ જોઈએ. દા.ત ચોરને હણી નાખે હિંસક પ્રાણીઓને મારી નાખે” ઈત્યાદિ અમૃત અયથાર્થ જ હોય છે, જેમ કે જે ચાર નથી તેને ચેર કહે નિષ્ફર અથવા સનેહથી હીન વચનનો પ્રયોગ પરૂષ (કઠોર) કહેવાય છે. જેમ કે-અરે જુલમી તું મૂર્ખ છે, તું પાપી છે. પીઠ પાછળ કેઈના વિદ્યમાન પણ દેને પ્રકટ કરવાવાળું વચન પિશુન કહેવાય છે. આ પ્રકારે અસત્ય છળકપટથી ભરેલા, દંભ પૂર્ણ, અસભ્ય, કટુક, સંદિગ્ધ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨