________________
શુભ અને અશુભ આમાંથી શુભ કાયયોગ આદિ શું સામાન્ય રૂપથી બધા કર્મોના કારણ હોય છે, અથવા કોઈ વિશેષ કર્મના કારણ હોય છે? આ શંકાના નિવારણ અર્થે કહીએ છીએ
પુણકર્મના આસવનું કારણ શુભયોગ છે અને પાપકર્મના આસ્રવન કારણ અશુભયોગ છે. પુણ્ય (શુભકર્મ) ના બેંતાલીસ ભેદ છે તેમનું પ્રતિપાદન ચોથા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કરી દેવામાં આવ્યું છે. આ પુણ્યકર્મના આ સ્ત્રવનો હેતુ અશુભયોગ છે. આનાથી વિપરીત પાપકર્મને આસવને હેતુ અશુભ
ગ છે. પાપકર્મના ખ્યાંથી ભેદોનું નિરૂપણ પાંચમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છે પ્રાણાતિપાત આદિથી વિરતિ, સત્ય આદિ, અપરિગ્રહ તથા ધર્મધ્યાન આદિ શુભ યોગ છે અને એનાથી પુણ્યકર્મને જ આસ્રવ થાય છે.
પ્રાણાતિપાત આદિ ત્રણે પ્રકારના અશુભ કાયાગ આદિથી વ્યાંશી પ્રકારનાં કર્મોને આઅવ થાય છે. આવી રીતે પૂર્વેત શુભગ પુણ્યનો જ આવે છે. પાપને નહીં અહીં જે “ઘ' શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે, તેનાથી એવું સમજવાનું છે કે શુભયોગ પાપકર્મના આસવનું કારણ હતું નથી, પરંતુ એવું ન સમજવું જોઈએ કે શુભ કર્મનિર્જરાનું કારણ નથી. આવી રીતે શુભગ પુણ્યનું પણ કારણ છે અને નિર્જરાનું પણ અને અશભાગ પાપનું જ કારણ હોય છે પરંતુ કદાચીત પુણ્યકમનું પણ કારણ બની જાય છે.
જ્ઞાનાવરણીય અદિ સાત પ્રકારના કર્મોની બેંતાલીશ ઉત્તર પ્રવૃતિઓ પુણ્યપ્રકૃતિમાં છે. તે આ રીતે છે.-સાતા વેદનીય, દેવાયુ મનુષ્પાયુ, તિર્યંચા, ઉચ્ચગોત્ર તથા સાડત્રીસ નામકર્મની નિમ્નલિખિત પ્રકૃતિઓ-(૧) દેવગતિ (૨) દેવળત્યાનુપૂર્વી (૩) મનુષ્યગતિ (૪) મનુષ્યગત્યાનુપૂવ (૫) પરચેન્દ્રિય જાતિ (૬-૧૦) ઔદારિક આદિ પાંચ શરીર (૧૧-૧૩) દારિક આદિ ત્રણ શરીરના અંગોપાંગ (૧૪) પ્રથમ સંવનન વાર્ષભનારાચ સંહનન (૧૫) પ્રથમ સંસ્થાન-સમચતુસ્ત્ર (૧૬) પ્રશસ્ત વર્ણ (૧) પ્રશસ્ત ગંધ (૧૮) પ્રશસ્ત રસ (૧૯) પ્રશસ્ત સ્પર્શ (૨૦-૨૯) ત્રણ દશક અર્થાત્ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશઃ કીર્તાિનામકર્મ (૩૦૩૭) અગુરૂ લઘુ અષ્ટકમાંથી સાત અર્થાત્ અગુરુલઘુનામ કર્મ, ઉચ્છવાસનામ કર્મ, આતપનામ કર્મ, ઉધેતનામ કર્મ, પ્રશસ્ત વિહાગતિનામકર્મ, પરાઘાતનામ કર્મ, તીર્થંકરનામ કર્મ અને નિર્માણનામ કમ આ રીતે બધાને સરવાળે કરવાથી નામકર્મના સાડત્રીસ ભેદ થાય છે. આમાંથી સાતવેદનીય આદિ પૂર્વોક્ત પાંચ ભેદ ઉમેરવાથી બેંતાલીસ ભેદ થઈ જાય છે આજ બેંતા લીસ પુણ્યપ્રકૃત્તિઓ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨