________________
તપસ્યા, આહાર, વિહાર અને મુનિવંદણા આદિ કર્યોમાં ઘણે ઉપયોગ રાખતા હોય, સ્થળ અતિચારોથી બચતે રહે છે તે પિતાના સૂફમ પ્રમાદને માટે જે આલોચના કરી લે છે તો તેથી જ શુદ્ધ થઈ જાય છે. તેને કોઈ અન્ય પ્રાયશ્ચિત્તની આવશ્યક્તા રહેતી નથી.
() પ્રતિક્રમણ-અતિચારેની અભિમુખતા ત્યાગીને વિપરીત ચાલવું પ્રતિક્રમણ છે. જે સાધુ મિથ્યા દુકૃત દઈને પોતાના પશ્ચાત્તાપને પ્રકટ કરે છે અને કહે છે-“મેં સૂત્ર વિરૂદ્ધ આ દૂષિત કર્મ કર્યું છે, વછન્દ, ભાવથી ચારિત્રની વિરાધના કરી છે, સૂત્રને અનુકૂળ કર્યું નથી અને આ પ્રમાણે કહીને જે પશ્ચાત્તાપ કરે છે અને પછી તે દૂષિત કૃત્યથી વિપરીત કથન કરે છે કે-“આવું ફરી કયારે પણ કરીશ નહીં' એ પ્રકારના પચ્ચખાણું કરવા પ્રતિક્રમણ કહેવાય છે.
(૩) ત૬ભય-આને આશય છે આલેચના અને પ્રતિક્રમણ બને આલેચન અને પ્રતિક્રમણની હમણા જ વ્યાખ્યા કરવામાં આવી છે. પહેલા આલોચના પછી ગુરૂની આજ્ઞાથી પ્રતિક્રમણ કરવું આલેચનપ્રતિક્રમણ કહેવાય છે. જે મુનિ સંભ્રમ અથવા ભયથી આતુર છે. એકાએક ઉપગશન્યતાને કારણે પિતાને વશ રહેતું નથી અને જે દુષ્ટ ચિન્તન, દષ્ટ ભાષણ તેમજ દુષ્ટચેષ્ટાથી યુક્ત છે તેના માટે આ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
(૪) વિવેક-શુદ્ધ-અશુદ્ધ અન–પાણી વગેરેના પૃથક્કરણ કરવું અર્થાત અશુદ્ધ અન્ન-પાણી આદિને ત્યાગ કરે વિવેક પ્રાયશ્ચિત્ત છે. ત્યાગપરિણતિરૂપ આ વિવેચન ભાવશુદ્ધિ સ્વરૂપ છે, વિશે ધનરૂપ છે, પ્રત્યુ ક્ષિણરૂપ છે. આ વિવેક પ્રાયશ્ચિત્ત દૂષિત આહાર, પાણી, ઉપકરણ, ઔપ. અહિત ઉપધિ, શમ્યા તથા આસન આદિના વિષયમાં થાય છે. આથી જે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૭૫