________________
વસ્તુઓનું ગ્રહણ કરવાથી લોભાદિક કષાયે ની ઉત્પત્તિ થાય છે આ બધાનો ત્યાગ કરે વિવેક પ્રાયશ્ચિત્ત છે. જેમ કોઈ ઉપગવાન્ ગીતાર્થ મુનિએ પ્રથમ અન્ન વગેરે ગ્રહણ કરી લીધા, પાછળથી તે દુષિત જણાય તો તેને ત્યાગ કરી દે વિવેક પ્રાયશ્ચિત્ત છે.
(૫) વ્યુત્સર્ગ-વિશિષ્ટ પ્રકારના ઉત્સર્ગન વ્યુત્સર્ગ કહે છે. અર્થાત શરીર, વચન અને મનના વ્યાપારને ઉપગપૂર્વક નિવેધ કરે વ્યુત્સર્ગ છે. આવી રીતે મર્યાદિત સમયને માટે શરીરના, વચનના અને મનના વ્યાપારને ત્યાગ કરે વ્યુત્સર્ગ નામક પ્રાયશ્ચિત્ત છે. આને કાર્યોત્સર્ગ' પણ કહે છે.
(૬) તપ-પૂર્વોક્ત અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ-પ્રાય. શ્ચિત્ત કહેવાય છે.
શંકા-પ્રાયશ્ચિત્ત આભ્યન્તર તપ છે, તે અનશન આદિ બાહા તપ રૂપ કઈ રીતે હોઈ શકે ? બંને એક કેવી રીતે હેઈ શકે? બંનેમાં પરસ્પર વિરોધ છે.
સમાધાન-આત્મામાં ખેદજનક હોવાના કારણે આને પણ આભ્યન્તર કહેવામાં આવે છે. આથી કઈ વિરોધાભાસ નથી (આમ પણ બાહ્ય અને અને આભ્યન્તર તપમાં પારસ્પરિક વિરોધ નથી, બાહ્ય તપ પણ પરિણામ વિશેષથી આભ્યન્તર બની જાય છે અને આભ્યતર તપ પણ બાહ્ય બની શકે છે.)
(૭) છેદ-કેટલાંક દિવસ પક્ષ અથવા માસની દીક્ષાનું છેદન કરવું અર્થાત તેમાં ઘટાડો કરી દે છેદ પ્રાયશ્ચિત્ત છે, મહાવ્રતનાં આરોપણકાળથી માંડીને જે દીક્ષાકાળ છે તેમાંથી થોડાં દિવસ, પક્ષ અથવા માસનો દીક્ષાકાળ એ છે કરી દે છેદ કહેવાય છે. જે દિવસે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવ્યું તે દીક્ષાદિવસ આદિ પર્યાય કહેવાય છે તેમાં પાંચ આદિને છેદ થાય છે. દાખલા તરીકે કેઈની દીક્ષા પર્યાય દશ વર્ષની છે તે અપરાધ મુજબ તેમાંથી કદાચિત્ પંચકચ્છદ થાય છે, કદાચિત્ દશકછેદ થાય છે. વધારેમાં વધારે છ માસનું છે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
(૮) મૂળ-નવેસરથી ફરીવાર દીક્ષા આપવી મૂળ પ્રાયશ્ચિત્ત છે જ્યારે કઈ સાધુ સંકલ્પપૂર્વક પ્રાણાતિપાત કરે ત્યારે જ આ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, ચતુર્થ આસ્રવ-મૈથુનનું સેવન કરે અથવા ઉત્કૃષ્ટ મૃષાવાદ આદિનું સેવન કરે.
(૯) અનવસ્થાપ-જે સાધુએ અતિચારનું સેવન કર્યું છે. પરંતુ તેના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપવિશેષનું સેવન કર્યું નથી, તે વ્રતારોપણ માટે ચોગ્ય હેતે નથી તેની આ અગ્યતા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. દોષનું સેવન કરવાથી થોડા સમય સુધી તે સાધુ વતારોપણ માટે ચગ્ય રહેતું નથી, છેલ્લે જ્યારે તપસ્યા કરી લે છે અને દોષની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમાં તેને સ્થાપિત કરવામાં આવે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૭૬