________________
બાહ્ય તપ કે ભેદકા નિરૂપણ
“વાહ તરે દિવ” ઈત્યાદિ
સૂત્રાર્થ–બાહ્ય તપ છ પ્રકારના છે-(૧) અનશન (૨) અવમૌદર્ય (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રતિસંસીનતા.
તત્વાર્થદીપિકા પૂર્વ સૂત્રમાં સંવરના કારણભૂત તપના બે ભેદ કહેવામાં આવ્યા છે બાહ્ય તેમજ આભ્યન્તર હવે બાહ્ય તપના ભેદનું નિરૂપણ કરીએ છીએ
બાહ્ય તય છ પ્રકારના છે-(૧) અનશન (૨) અવમૌદર્ય (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રતિસંલીનતા આમાંથી અશન, પાન, ખાદ્ય અને ભવ દ્ય રૂપ ચાર પ્રકારના આહારને પરિત્યાગ કર અનશન કહેવાય છે. ઉપવાસ, છઠ, અઠ્ઠમ, ચેકડું અને પંચોળું વગેરેના ભેદથી અનશન અનેક પ્રકારના છે. ઇત્વરિક અનશન અને યાજજીવન અનશનના ભેદથી પણ અનશન બે પ્રકારના છે. ઈવરિક અનશન શ્રેણિતપ આદિના ભેદથી ઘણી જાતના છે. એવી જ રીતે યાજજીવન (મરણપર્યન્તક) અનશનના પણ સવિચાર, અવિચાર, નિહરિમ અનિહરિમના ભેદથી અનેક ભેદ છે. અનશન તપ પ્રત્યક્ષ અને પરોક્ષ લૌકિક ફળથી અપેક્ષા ન રાખતા થકા સંયમની સિદ્ધિને માટે, રાગનો નાશ કરવા માટે, કર્મોનો વિનાશ કરવા કાજે, ધ્યાન તથા જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે.
સંયમ અને જ્ઞાન આદિની સિદ્ધિ માટે પોતાના આહારમાં જે ઘટાડે કરવામાં આવે છે તે અવમૌદર્ય તપ કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને પર્યાવના ભેદથી તેને પાંચ ભેદ સંયમની વૃદ્ધિ માટે સંયમ સંબંધી દાણાને શાત કરવા માટે તથા સંતોષ અને સવાધ્યાય વગેરેની સિદ્ધિના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬૬