________________
શરીર અને ઈન્દ્રિયોને તપાવવાના કારણે અથવા કર્મમળને દગ્ધ કરવાના કારણે પણ આ તપ કહેવાય છે.
બાહ્ય તપ અને આભ્યન્તર તપના ભેદથી તપ બે પ્રકારના છે. જે તપમાં બાહ્ય દ્રવ્યોની અપેક્ષા રહે છે. તે બાહ્ય તપ અને અંતઃકરણના વ્યાપારથી જ થવાના કારણે અને બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખવાને કારણે આભ્યન્તર તપ કહેવાય છે આતાપના આદિ કાયકલેશ રૂપ તપ બહારથી પ્રાપ્ત થાય છે. આથી બાહ્ય તપ કહેવાય છે. અનશન આદિ પણ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત. વિનય આદિને આભ્યન્તર તપ કહે છે. અથવા જે તપ બીજાને પ્રત્યક્ષ થઈ શકે તે બાહ્ય અને જે સ્વપ્રત્યક્ષ જ હોય તે આભ્યન્તર તપ બંને તપના છ છ ભેદ છે. આથી બધા મળીને બાર પ્રકારના તપ છે. દવા
તત્વાર્થનિર્યુકિત-પહેલાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે કર્માસ્તવનિ ધ રૂપ સંવરના કાર સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય ચારિત્ર, અને તપ છે. આમાંથી સમિતિથી લઈને ચારિત્ર સુધીની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તપની પ્રરૂપણ કરવા માટે સર્વ પ્રથમ તેના બે ભેદેનું કથન કરીએ છીએ.
કર્મનિર્દહન રૂ૫. તપ બે પ્રકારના છે. બાહ્ય અને આભ્યન્તર બાહા. તપ અનશન આદિ છ પ્રકારના છે. અને આભ્યન્તર તપ પણ પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી ૬ પ્રકારના છે. બંનેના મળીને બાર ભેદ થાય છે. આરાધના કરવામાં આવનાર આતાપના આદિ તપ કર્મોના આત્મપ્રદેશોથી પૃથક્ કરીને કાઢી નાખે છે અને અનશન, પ્રાયશ્ચિત્ત અને ધ્યાન આદિ તપ અવશ્ય જ કર્મોના આસ્રવ દ્વારને રોકે છે. તપસ્યા દ્વારા પૂર્વ સંચિત કર્મને ક્ષય (નિર્જર) થાય છે અને નવા કમેને આસ્રવ રોકાઈ જાય છે. આ રીતે તપ, સંવર અને નિર્જરા બંનેનું કારણ છે. ૬૦
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬૫