________________
પ્રાણવિજન પ્રાણ ઈન્દ્રિય આદિ દસ છે. તેમના જ સંબંધથી જીવ પ્રાણી કહેવાય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધાં પ્રાણું છે. આ જીવને જાણીને અને એમનામાં શ્રદ્ધા કરીને ભાવથી પ્રાણાતિપાત ન કરે જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક ચારિત્ર કહેવાય છે. સતુ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અસત્ અનુષ્ઠાનથી નિવૃત્ત તેનું લક્ષણ છે. મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમોદન આદિના ભેદથી ચારિત્ર અનેક પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના પંચમ સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છેપાંચ મહાવ્રત કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે–સમસ્ત પ્રાણાતિપાતથી વિરત થવું, સમસ્ત મૃષાવાદથી વિરત થવું, સમસ્ત અદત્તાદાનથી વિરત થવું, સમસ્તમૈથુનથી વિરત થવું અને સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક તેમજ દશવૈકાલિક સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. પપા
પચ્ચીસ ભાવનાઓં કા નિરૂપણ
'तत्थेज्जटुं ईरियाइया पणवीस भावणाओ' સત્રાર્થ–વ્રતની સ્થિરતા માટે ઈર્યાદિક પીસ ભાવનાઓ છે પદા
તત્વાર્થદીપિકા–અગાઉ એકદેશથી હિંસાદિથી વિરતિરૂપ પાંચ આગવત આદિના લક્ષણ કહેવામાં આવ્યા છે હવે તે વ્રતમાં સ્થિરતા લાવવાના આશયથી ઈર્યા વગેરે પચ્ચીસ ભાવનાઓનું પ્રરૂપણ કરીએ છીએ
પૂર્વોકત સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે વતેની સ્થિરતા માટે અર્થાત તેમને દ્રઢ કરવા માટે ઈર્યા વગેરે પશ્ચીસ ભાવને કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે-(૧) ઈર્યા અર્થાત્ યતનાપૂર્વક નમન કરવું (૨) મનની પ્રશસ્તતા (૩) વચનની પ્રશસ્તતા (૪) એષણા (૫) આદાન નિક્ષેપ આ પાંચ પ્રથમ વ્રતની ભાવના છે.
(૧) સમજી વિચારીને બોલવું (૨) ક્રોધ ત્યાગ (૩) ભત્યાગ (0)
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૭