________________
ત્યાગ કરવાથી જ વ્રતની શુદ્ધિ થાય છે. હવે પહેલા જે કહ્યું હતુંસાવ કો મહં' અર્થાત્ હિંસા આદિને પૂર્ણ રૂપથી જે ત્યાગ કરવામાં આવે છે તેને મહાવ્રત કહે છે જેથી હવે મહાવ્રતનું કથન કરવામાં આવે છે
પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી નિવૃત્ત થઈ જવું મહાવ્રત છે. મહાવ્રત પાંચ છે–(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન () અબ્રહાચર્ય અને (૫) પરિગ્રહથી સર્વથા વિરત થવું. પ્રાણાતિપાતને અર્થ પ્રાણીની હિંસા મૃષાવાદને અર્થ અસત્ય ભાષણ, અદત્તાદાનને અર્થ ચેરી, અબ્રહાચર્યને અર્થ મિથુન અને પરિગ્રહને અર્થ મૂછ છે. આ બધાંથી સર્વથા અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ ભેગથી વિરત થવું મહાવ્રત કહેવાય છે.પપા
તત્વાર્થનિયુકિત–આની અગાઉ અતિચા સહિત બાર વ્રતનું નિરૂપણ કરવામાં આવ્યું. બારવ્રતને ધારક શ્રાવક પણ પાછળથી મહાવતી થઈ શકે છે આ સંબંધથી મોક્ષના કારણભૂત પાંચ મહાવ્રતનું કથન કરવામાં આવે છે
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી સર્વાશે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, ત્રણે કરશે અને ત્રણે યેગથી સર્વથા નિવૃત્ત થવું મહાવ્રત છે.
કષાય આદિ પ્રમાદરૂપ પરિણામથી યુક્ત કર્તા આત્મા દ્વારા, મન વચન અને કાયા વગેરે એમના વ્યાપારથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કરણ (જાતે કરવું), કારણ (કરાવવું) અને અનુમોદન રૂપ કાયવ્યાપાથી પ્રાણીનાં પ્રાણેની હિંસા કરવી પ્રાણાતિપાત છે. અસત્ય ભાષણ કરવું, અમૃત (સુકું). વચન બોલવું, અલીક ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. દત્તને અર્થ થાય છે માલિકનું–પિતાનું આધિપત્ય જતું કરવું. જે દત્ત ન હોય તે અદત્ત કહેવાય છે. તે અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન કહેવાય છે. સ્ત્રીસંગ અથવા મથન અબ્રહ્મચર્ય કહેવાય છે. મૂછ અર્થાત્ જેના માટે શાસ્ત્રની અનુમતિ નથી એવા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય આદિમાં મમત્વ ધારણ કરવું પરિગ્રહ છે.
આ પ્રાણાતિપાત આદિથી પૂર્ણતયા, ત્રણે કરણ અને ત્રણ વેગથીમન વચન કાયાથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. હિંસા આદિથી નિવૃત્ત થવું વ્રત કહેવાય છે. વ્રતમાં રહેલે પુરૂષ હિંસારૂપ ક્રિયાકાન્ડ કરતું નથી. આનાથી એવું સાબિત થયું કે તે અહિંસારૂપ કિયાકલાપ જ કરે છે. ભાવાર્થ એ છે કે જે પ્રાણાતિપાદ આદિથી વિરત થાય છે તે શાસ્ત્રોક્ત ક્રિયાઓ અનુષ્ઠાન કરે છે આથી સત્પવૃત્તિ અને અસનિવૃત્તિ રૂપ ક્રિયા દ્વારા થનારા કર્મ ક્ષય કરે છે અને કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
અહીં એક બાબત સમજી લેવાની જરૂર છે-પ્રાણાતિપાતને અર્થ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૬