________________
અભિલાષા કરવી,
(૩) જીવિતાશંસાપ્રગ-આદર-સન્માન, ભક્તિ આદિના લોભથી જીવતા રહેવાની ઇચ્છા કરવી.
(૪) મરણશંસાપ્રગ–ખરબચડી જમીન પર નિવાસ–કરવાથી, ભૂખ વગેરેની પીડાના કારણે અથવા માન-સન્માન ન મળવાથી હું કયારે કરી જાઉ” એ પ્રકારે મરણની કામના કરવી.
(૫) કામગીશંસાપ્રગ-કામ અર્થાત શબ્દ અને રૂપ તથા ભેગ અર્થાત્ ગંધ, રસ અને સ્પર્શની કામના કરવી કામભે ગાશંસાપ્રગ નામક અતિચાર છે. ૫૩
તવાર્થનિયુકિત– આની પહેલા પંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતના અને ચાર શિક્ષાવ્રતોનાં પાંચ-પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે હવે આ મારાન્તિક સંલેખના-જોષણાના પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ.
તપ અને સંયમ દ્વારા કાયા તથા કષાને પાતળા પાડવા જેવું લક્ષણ છે, તે મારણાકિસલેખના-જેષણના ઈહિલેકશંસાપ્રયોગ આદિ પાંચ અતિચાર છે, આ પ્રમાણે-(૧) ઈહલેકશંસાપ્રયેળ (૨) પરકાશ સાપ્રયોગ (૩) જીવિતાશંસાપ્રગ (૪) મરણશંસાપ્રેગ અને (૫) કામગાશંસાપ્રેગ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે
- (૧) સંથારો ધારણ કર્યા બાદ, આવતા જન્મમાં મનુષ્યલોક સંબંધી અભિલાષા કરવી જેમ કે-હું ચકવત્તી રાજા અથવા રાજમંત્રી થઈ જાઉં, વગેરે આ ઈહલેકાશ સાપ્રયોગ છે. (૨) એવી જ રીતે હું ઈન્દ્ર અથવા દેવ થઈ જાઉં એવી કામના કરવી પરકાશંસાપ્રગ છે. (૩) સંથારા દરમ્યાન મારી પૂજા તથા મહિમા ઘણે વધી રહ્યો છે આથી મારે સંથારે લાંબા સમય સુધી ખેંચાય તે સારૂં એ રીતે સંથારામાં વધારે જીવવાની ઈચ્છા કરવી જીવિતાશંસાપ્રગ છે.
(૪) જીવિતાશંસાપ્રગથી વિપરીત મરણશંસાપ્રયાગ સમજ જેમ કે મેં આજીવન અનશન અંગીકાર કરી લીધું છે તે પણ કઈ મારો ભાવ પૂછતા નથી, કોઈ મારી પૂજા કરતું નથી, કોઈ આદર કરતું નથી, કોઈ તેના વખાણ કરતા નથી આ જાતની ભાવનાથી ચિત્તમાં એ વિચાર ઉદ. ભવ કે “હું વહેલે મરી જાઉં તે સારૂં” આ મરણશંસાપ્રગ છે. એવી જ રીતે કર્કશ જમીન પર રહેવાના કારણે કષ્ટ થાય અથવા સુધા આદિની વેદના દુઃખ આપી રહી હોય, ગજનિત કષ્ટ થાય તેવા સંજોગોમાં, “હાય હાય ! કયારે મરી જાઉં, જલદીથી મરી જાઉં તે સારૂં? આ રીતે વિચારવું એ પણ મરણશંસાપ્રયોગ છે.
(૫) શ્રેત્ર અને ચક્ષુ ઇન્દ્રિયોના વિષય અર્થાત્ શબ્દ અને રૂપ કામ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૪