________________
અતિમ શિક્ષાવ્રત અતિથિસંવિભાગના પાંચ અતિચાર છે-(૧) સચિત્તનિક્ષેપણ (૨) સચિત્તપિધાન (૩) કાલતિક્રમ (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન કરવાવાળા દુષ્પરિગુમન રૂપ છે. તેમને અર્થ આ પ્રમાણે થાય છે
(૧)સચિત્તનિક્ષેપણુ-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહારને કમળ અથવા કેળના સચેત પાંદડાં આદિની ઉપર અથવા ચોખા, જવ, ઘઉં, ડાંગર વગેરે ધાન્યની ઉપર, ન આપવાની બુદ્ધિથી રાખી દેવા.
(૧) અન્ન આદિ ચોખા (ભાત) તથા ખાદ્ય આદિ જે સચેતની ઉપર રાખેલા હોય છે, તેને સાધુ ગ્રહણ કરતા નથી. આથી હું તે અશનાદિ તેમની સમક્ષ ઉપસ્થિત કરીશ પણ તેઓ સ્વીકારશે. નહીં, આથી મને તે લાભ જ થશે, આમ જાણીને ગૃહસ્થ સચિતનિક્ષેપણ કરે તે અતિચાર લાગે છે.
(૨) સચિત્તપિધાન-સચેત સૂરણકન્દમૂળ, પત્ર, પુષ્પ આદિથી અશનપાન આદિ ચાર પ્રકારના આહારને ઢાંકી દે અર્થાત્ સાધુને ન વહોરાવવાની ભાવનાથી ઢાંકી દેવું સચિત્તપિધાન અતિચાર છે કારણ કે સચેત વસ્તુથી આચ્છાદિત આહારને સાધુ ગ્રહણ કરતા નથી.
(૩) કાલાતિકમ-સાધુઓના શિક્ષાકાળને ટાળીને, અર્થાત સાધુને ભિક્ષાકાળ દિવસને જ હોય આથી દાન ન આપવાની ઈચ્છાથી રાત્રિભોજન કરવું વગેરે–આ કાલાતિક્રમ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ માટે અપ્રીતિકર હોય છે અને આથી દાનને અભાવ પણ થાય છે.
() પરવ્યપદેશ-ઉપવાસ, છઠ્ઠ અદમ વગેરેની તપસ્યા કરનારા અથવા નિય ભંજન લેનાર શ્રમણુનું ભિક્ષાથે ઉપસ્થિત થવા પર નજર સામે સ્પષ્ટ દેખાતાં અન્ન-પાછું આદિ આહારના વિષયમાં આ પ્રમાણે કહેવું કે-“આ અનાજ-પાણી, બીજાનાં છે, મારા નથી એ આપવા માટે હું લાચાર છું. આ પરવ્યપદેશ નામક અતિચાર છે. હકીકતમાં તે તે આહાર ઈન્કાર કરનાર પેલા ગ્રહસ્થને જ છે, બીજાને નથી.
(૫) માત્સર્ય-શ્રમણ દ્વારા ભિક્ષાની યાચના કરવામાં આવે ત્યારે જે શ્રાવક ગુસ્સે થઈ જાય છે, શ્રમણને અનાદર કરે છે અથવા યાચના કરવા છતાં પણ આપતું નથી તે મત્સર કહેવાય છે. મત્સરને ભાવ માત્સર્ય છે અથવા બીજાના ગુણો સહન ન કરવા માત્સર્ય છે અથવા પેલા દરિદ્ર દાન આપ્યું છે તે શું હું તેનાથી ઉતરતી કક્ષાનું છું ? એ પ્રકારના માત્સર્ય ભાવથી દાન આપવું પણ માત્સર્ય કહેવાય છે અથવા કષાયથી કલુષિત ચિત્તથી શ્રમણોને દાન આપવું માત્સર્ય છે.
આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચાર છે. ઉપાસકદશાંગસૂત્રના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪ ૨