________________
બારહત્વે વ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ
“અતિર્લાિવિમાંneણ વિત્તાવારૂચા જ પ્રા' પર સૂત્રાર્થ—અતિથિસંવિભાગવતના સચિત્તનિક્ષેપ વગેરે પાંચ અતિચાર છે. પરા તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પૌષધે પવાસ વ્રતના અપ્રતિલેખિત-દુષ્પતિ લેખિત શય્યાસંરતારક આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરવામાં આવી હવે શ્રાવકના બારમાં અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારેની પ્રરૂપણ કરીએ છીએ
પૂર્વોક્ત અતિમ શિક્ષાત્રત અતિથિસંવિભાગ દ્વતના સચિત્ત નિક્ષેપણ આદિ પાંચ અતિચાર છે, તે આ પ્રમાણે છે-(૧) સચિત્ત નિક્ષેપણ (૨) સચિત્તપિધાન (૩) કાલાસિકમ (૪) પરવ્યપદેશ અને (૫) મસુર્ય આ પાંચ અતિચાર આત્માને મલીન બનાવનારા દુષ્પરિણમન છે તેને અર્થ આ પ્રમાણે થાય છે
(૧) અશન આદિ આહારને નહીં આપવાની બુદ્ધિથી સચેત કમળપત્ર વગેરે પર રાખો સચિત્ત નિક્ષેપણ છે અથવા સચેત ધાન્યપાત્ર વગેરેને અચેત આહાર વગેરે પર રાખવા અથવા ન આપવાની ભાવનાથી અચેતને સચેતની સાથે અથવા સચેતને અચેતની સાથે ભેળવી દેવું સચિત્તનિક્ષેપણ છે.
(૨) સચેત કમળપત્ર અથવા જળપાત્ર વગેરેથી અથવા સચેત અશન આદિથી અચેત આહાર વગેરેને ઢાંકી દેવું સચિત્ત પિધાન છે.
(૩) ગોચરીમાં-સાધુના સમયનું ઉલ્લંઘન કરવું. સાધુને કષમયે દાન આપવાનો ઉપક્રમ કરે કે જેથી સાધુને સરકાર પણ થઈ જાય અને અશનાદિ પણ બચી જાય આ કાલાતિક્રમ અતિચાર છે.
( પિતાના અશન વગેરેને પારકું બતાવવું, પરવ્યપદેશ અતિચાર છે, જેમ કે સાધુને કહેવું કે આ ભેજન વગેરે મારૂં નથી, બીજાનું છે.
(૫) અન્ય દાતાના ગુણેને સહન ન કરવા માત્સર્ય નામક અતિચાર છે.
ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-શ્રમણોપાસકે અતિથિ સંવિભાગ વતના પાંચ અતિચાર જાણવા જોઈએ આ પાંચ અતિચાર આ પ્રમાણે છે-(૧) સચિત નિક્ષેપણુતા (૨) સચિત્ત પિધાનતા (૩) કાલાતિક્રમ (૪) પરવ્યપદેશ અને (૫) મત્સરિતા. પર
તત્ત્વાર્થનિયુક્તિ-આની પહેલા, પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતને તથા ૪ ચારમાંથી ત્રણ શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. હવે ચોથા શિક્ષા વ્રત અતિથિસંવિભાગના સચિત્તનિક્ષેપ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૧