________________
રીતે આ ભાર પરિગ્રહ પણ ચૌદ પ્રકારનો સાબિત થાય છે. બાહ્ય વિષય અનેક પ્રકારના છે-જેમ કે, વાસ્તુ (મકાન, દુકાન આદિ.) ક્ષેત્ર (ખેતર), ધન, ધાન્ય, શય્યા, આસન, યાન, મુખ્ય બેગા ત્રણ પગા, ચારપગા, વાસણ વગેરે આ બધા ચિત્તના પરિણમન રૂપ મૂના વિષય છે. ઉપર રગ દ્વેષ આદિ જે આભ્યન્તર વિષય કહેવામાં આવ્યા છે તે પરિગ્રહના કારણે હોવાથી મૂછ કહેવાય છે. વાસ્તુ ક્ષેત્ર આદિ જે બાહ્ય વિષય છે. અજ્ઞાનના કારણે તેમનામાં મમત્વભાવ ધારણ કરવામાં આવે છે આથી તેઓ કલુષિત ચિત્ત આત્માની જન્મ-મરણની પરંપરાને સુદઢ કરે છે. આથી તેમને પરિગ્રહ કહેલાં છે.
લોભયુક્ત ચિત્તવૃત્તિથી જેનું પરિગ્રહણ કરવામાં અને સ્વીકાર કરવામાં આવે તે પરિગ્રહ હકીકતમાં તે આમાનું લેભ કષાય રૂપ પરિણામ છે. જેવી રીતે હિંસા પ્રમત્તગના સદૂભાવના કારણે આત્મામાં રાગ-દ્વેષ મેહ ઉત્પન્ન કરે છે તેવી જ રીતે મૂછ પણ રાગ-દ્વેષ મોહના કારણે ઉત્પન થાય છે પરંતુ જે પુરૂષ પરિગ્રહની ભાવનાથી સદા રહિત થઈ ચૂક્યો છે તેમજ જેના મન વચન કાયાનો વ્યાપાર પ્રમાદ વગરનો છે તેને સંયમના ઉપકારક વસ્ત્ર આદિ ઉપધિ, શય્યા, આહાર, શરીર આદિમાં જેની અનુમતિ આગમમાં આપવામાં આવી છે, મૂછી થતી નથી. દશવૈકાલિકસૂત્રના છઠા અધ્યયનની અઢારમી ગાથામાં કહ્યું છે
સાધુજન જે પણ વસ્ત્ર, પાત્ર, કામળે અને પગલુંછણીયા ધારણ કરે છે, અથવા કામમાં લે છે, તે બધાં સંયમ તથા લજજાના હેતુસર જ સમજવા જોઈએ. તેના
ગ્ય ઉપકરણોની અનુપસ્થિતિમાં ઉદેશ્ય સિદ્ધ થતું નથી આથી નિર્ચન્ય પણ જે શાસ્ત્રવિહિત, સંયમના ઉપકારક વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ તથા શા આદિ ગ્રહણ કરે તો તેમાં પરિગ્રહને દોષ લાગતું નથી. વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ મોક્ષનાં સાધન છે, અહિંસા આદિ વ્રતનું પાલન કરવામાં સમર્થ છે, આગમમાં તેમની આજ્ઞા ફરમાવવામાં આવેલી છે તે પણ વિવેકહીન માણસે તેમનું ગ્રહણ કરતાં નથી પરંતુ તેઓ પણ આહાર, શરીર અને શિષ્ય વગેસનું ગ્રહણ તો કરે જ છે તેમને તેઓ શું માને છે ? શું એ પરિગ્રહણ નથી? તેમની માન્યતા અનુસાર તેઓ પણ પરિગ્રહી છે.
શકા-શું પરિગ્રહમાં અલપ-બહુતકૃત વિશેષતા સંભવીત છે ?
સમાધાન–એવું માની લઈએ તે દરિદ્રની પાસે થોડું ધન હોય છે અને મહાન સમ્પત્તિશાળી શેઠની પાસે અઢળક દ્રવ્ય હોય છે, આથી દરિ. દ્રને અપરિગ્રહી અને મહાન સમ્પત્તિશાળીને પરિગ્રહી કહી શકાય નહીં. આથી ઇચ્છા ન હોવા છતાં પણ બધાંએ એવું જ સ્વીકારવું જોઈએ કે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૦૪