________________
દેશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ આ અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી થાય છે. આ જ અગીયાર પરીષહ તીર્થકર ભગવાન કેવળીમાં પણ હોય છે, કારણ કે કેવળી ભગવાનમાં ચાર ઘાતિ કમેને પ્રભાવ રહેતો નથી, ફકત ચાર અઘાતિ કર્મ જ રહે છે. તેમાંથી વેદનીય કર્મના ઉદયથી ઉકત અગીયાર પરીષહ થાય છે એ તે અગાઉ કહેવામાં આવ્યું છે. આ રીતે વેદનીય કર્મનો ઉદય થવાથી અગીયાર પરીષહ હોય છે. ભગવતીસૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૮માં કહ્યું છે
પ્રશ્ન-ભગવનવેદનીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે?
ઉત્તર-ગૌતમ! અગીયાર પરીષહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે પાંચ અનુક્રમથી શરૂઆતના તથા ચર્યા, શા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ પરીષહ એ બધાં મળીને અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે.
આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અત્તરાય રૂપ ચાર ઘન ઘાતી કર્મોના ઉદયથી પ્રજ્ઞા, અજ્ઞાન, આદિ અગીયાર પરીષહ થાય છે અને વેદનીય કર્મના ઉદયથી સુધા પિપાસા આદિ અગીયાર પરીષહ થાય છે. ૧પ
એક જીવ કો એક હી કાલ મેં હોને વાલે પરીષહોં કા કથન
જિ લીવ ગુn gujર ઈત્યાદિ
સૂત્રાર્થ-એક જીવમાં, એકી સાથે, એકથી લઈને ઓગણીસ પરીષહ સધી હોઈ શકે છે. ૧૬
તવાથદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે વ્યસ્ત અને સમસ્ત રૂપથી સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહ યથાયોગ્ય કેઈ સ્થળે ચૌદ કઈ જગાએ અગીયાર ક્યાંક સાત અને કેઈ સ્થળે બાવીસેબાવીસ હોય છે, હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે એક જીવમાં એક જ સમયે, એકથી માંડીને ઓગણીશ પરીષહ હેઈ શકે છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
८८