________________
ગુજરાતી અનુવાદ સિદ્ધજીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૬
૪૭ તત્વાર્થનિર્યુકિતઃ–પૂર્વસૂત્રમાં સાધારણતયા જીવોની વિગ્રહગતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સિદ્ધજીની ગતિનું પ્રતિપાદન કરીએ છીએ
સિદ્ધગતિમાં ગમન કરનારા સિદ્ધજીની ગતિ જુ-સરળ જ હોય છે, વાંકી નહીં તે ગતિ પ્રયોગ વગેરે ચાર કારણથી ઉત્પન્ન થાય છે-ભગવતી સૂત્રમાં કહ્યું છે........
મુક્તજીવની ગતિ કર્મ-અકર્મને સંસર્ગ દૂર થવાના કારણે નિર્લેપ (બન્ધહીન) હેવાથી, જીવનું ઉર્ધ્વગમન સ્વભાવના કારણે, બન્ધનેને છેદ થવાથી અને (નિરિધન) કર્મરૂપી બળતણથી મુક્ત થવાના કારણે...ભગ -૭ ઉ૦ ૧) હોવાના કારણે તથા પૂર્વપ્રગના કારણે થાય છે..
તાત્પર્ય એ છે કે સિધ્યમાન જીવની ગતિ એકાન્તતઃ વિગ્રહ રહિત જ હોય છે. સિધ્યમાન જીવ સિવાયના બીજા જીવોની ગતિ વિગ્રહવાળી પણ હોય છે અને વિગ્રહરહિત પણ હોય છે. પપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં, ૯૯માં સૂત્રની અમારી બનાવેલી પીયૂષવર્ષિણ ટીકામાં કહ્યું છે-ઋજુ શ્રેણીને પ્રાપ્ત મુકતજીવ અફસમાન ગતિ કરતો થક, ઉપર એકજ સમયમાં, વિગ્રહ વગર સાકારે પગથી યુક્ત થઈને સિદ્ધ થાય છે ૨૬ છે
તિષમાં સિયા માહો ! જૂ૦ ૨૭ | મૂળ વાર્થ-વિગ્રહગતિવાળા જીવ વધારેમાં વધારે ત્રણ સમય સુધી અનાહારક રહે છે ઘર
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં સવિગ્રહ ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું, એ જ પ્રસંગને લઈને હવે અવિગ્રહ ગતિને પ્રાપ્ત જીવની અનાહારકતાનું પ્રતિપાદન કરીએ છીએ.
વિગ્રહગતિને પ્રાપ્ત જીવ એક સમય સુધી બે સમય સુધી અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. આ સિવાયના બીજા સમયમાં જીવ નિરંતર આહારક રહે છે. બે વિગ્રહવાળી ગતિમાં એક સમય સુધી અનાહારક રહે છે જ્યારે ત્રણ વિગ્રહવાળી ગતિમાં બે સમય સુધી અનાહારક રહે છે.
કેવળી સમુઘાતના કાળમાં ત્રીજા, ચેથા સમય સુધી અનાહારક રહે છે મારા
તત્વાર્થનિયુક્તિઃ –પ્રથમ વિગ્રહગતિની પ્રરૂપણ કરવામાં આવી હવે વિગ્રહગતિને પ્રાપ્ત જીવની અનાહારકતાની પ્રરૂપણ કરીએ છીએ—
વિગ્રહ ગતિને પ્રાપ્ત જીવ એક, બે અથવા ત્રણ સમય સુધી અનાહારક હોય છે બાકીના કાળમાં પ્રત્યેક સમય આહારક જ બનેલો હોય છે.
બે વિગ્રહવાળી ગતિમાં એક સમય અનાહારક હોય છે અને ત્રણ વિગ્રહવાળીગતિમાં બે સમય પર્યન્ત અનાહારક રહે છે. સમુઘાત કરવાના સમયે કેવળી ત્રીજા ચેથા અને પાંચમાં સમયમાં આ રીતે ત્રણે સમયમાં અનાહારક હોય છે. કઈ કઈ કહે છે કે અહીં વિગ્રહગતિનું જ પ્રકરણ હોવાથી કેવળી સમુદ્દઘાત અપ્રસ્તુત છે આથી સ્થાયિ અનાહારક એક અગર બે સમય સુધી જ જીવ અનાહારક રહે છે તેઓ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. એવું માનતા નથી પરંતુ તેમની આ માન્યતા સાચી નથી. આ સૂત્રમાં સામાન્યરૂપથી અનાહારકનું જ પ્રકરણ છે આથી કેવલી સમુઘાતના સમયે થનારી અનાહારકતાને પણ સમાવેશ થઈ જાય છે. હકીકતમાં તે પાંચ સમયવાળી વિગ્રહગતિમાં જીવ ત્રણ સમય સુધી તેમાં અનાહારક રહે છે, આ અભિપ્રાયથી ત્રણ સમયની અનાહારક અવસ્થા કહેવામાં આવી છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
४७