________________
તત્વાર્થસૂત્રને
New
શંકા–પાંચ સમયની વિગ્રહગતિથી કેઈ જીવ ઉત્પન્ન જ થતું નથી ?
સમાધાન–પાંચ સમયની વિગ્રગતિ પણ પ્રમાણથી સિદ્ધ છે, આથી કેઈ જીવની તેનાથી પણ ઉત્પત્તિને સંભવ છે.
શેલેશી અવસ્થા અર્ધ અન્તમુહૂર્ત સુધી અનાહારક અવસ્થા રહે છે. આવી સ્થિતિમાં અર્ધ અન્તર્મુહૂર્ત સુધી અનાહારક રહેવાનું કેમ કહેવામાં ન આવ્યું ? આ શંકાનું પણ નિવારણ એનાથી થઈ જાય છે કે અત્રે વિગ્રહગતિનું જ પ્રકરણ છે અને શેલેશી અવસ્થાનું પ્રકરણ નથી આથી શૈલેશી અવસ્થામાં થનારી અનાહારક અવસ્થાને અત્રે ગ્રહણ કરવી વાજબી નથી.
પ્રશ્ન –અહીં કઈ ખાસ આહારની અપેક્ષાથી અનાહારક કહે છે અથવા સપૂર્ણ આહારના નિષેધની અપેક્ષાથી ?
ઉત્તર:–અહીં સપૂર્ણ આહારને નિષેધ જ પ્રસ્તુત છે. આહાર ત્રણ પ્રકારના છે –
(૧) જ આહાર (૨) લેમાહાર (૩) પ્રક્ષેપાહાર એજઆહાર અપર્યાપ્તક અવસ્થામાં કાર્મણ શરીર દ્વારા કરવામાં આવે છે જેવી રીતે અગ્નિમાં તપાવેલ પાત્રને પાણીમાં નાખવામાં આવે તે તે સપૂર્ણ અવયવોથી પાણી ગ્રહણ કરે છે તેજ રીતે પિતાની આપત્તિના પ્રથમ સમયમાં જન્મ સ્થાનમાં પહોંચતાના પ્રથમ સમયમાં સમસ્ત આત્મપ્રદેશ દ્વારા પુદગલેને ગ્રહણ કરે છે અથવા તે જેવી રીતે તવામાંના ગરમ તેલ અગર ધીમાં માલપુવા નાખીએ તે તે સર્વાગથી તેલ તથા ઘીને ચુસી લે છે, આ પુદ્ગલનું ગ્રહણ કરવું એ જ એજ આહાર કહેવાય છે. એજઆહાર અન્તર્મુહૂર્ત પર્યન્ત જ હોય છે.
પર્યાપ્ત અવસ્થાથી લઈને ભવના ક્ષય પર્યન્ત ત્વચા દ્વારા પુદ્ગલેનું ગ્રહણ કરવું તે લેમાહાર છે. પ્રક્ષેપાહારને અર્થ છે. કવલાહાર-ચેખા વગેરેના કેળીયાઓને ખાવું પીવું વગેરે.
વિગ્રહમાં ગતિમાં આ ત્રણ પ્રકારના આહારનો નિષેધ કરવામાં આવ્યું છે. આ ત્રણે આહાર ભવ-અવસ્થામાં જ પ્રથમ સ્વીકારાયાં છે.
વિગ્રહગતિના પ્રથમ સમયમાં જીવ ત્યાગ કરવામાં આવનારા દેશમાં અને અન્તિમ સમયમાં જન્મદેશમાં રહેવાના કારણે આહારક હોય છે. કારણકે તે સમયે તે ત્યજી દેનારા અને નવા ગ્રહણ કરવામાં આવનારા પૂર્વ તથા ઉત્તર શરીરથી સંબદ્ધ હોય છે.
ગ તથા કષાયના નિમિત્તથી થનારા કર્મ પુદ્ગલેનું ગ્રહણ તે વિગ્રહગતિમાં પણ પ્રત્યેક સ્થાન પર થતું જ રહે છે. જેવી રીતે પાણી વરસતું હોય ત્યારે સળગતું બાણ છોડવામાં આવે તે તે પાણીને ગ્રહણ કરતું થયુ જાય છે તેવી જ રીતે સંસારી જીવ કર્મોથી ઉષ્ણુ હોવાના કારણે કામણ શરીર દ્વારા નિરન્તર કર્મપુદ્ગલેને ગ્રહણ કરતે થકો જ આગામી જન્મ માટે ગમન કરે છે. પ્રકૃત સૂત્રમાં આ પ્રકારના પુગલેને ગ્રહણ કરવાને કેઈ નિષેધ કરવામાં આવ્યો નથી પરંતુ ઔદારિક અને વૈકિય શરીરનું પોષણ કરનાર આહારને જ નિષેધ કરવામાં આવ્યો છે અથવા અનાહાર દશામાં જીવ ઔદારિક, વૈકિય તથા આહારક શરીરના તથા છ પર્યા પ્તિને અનુરૂપ પુદ્ગલેને ગ્રહણ કરતો નથી. આ કારણથી જ વિગ્રહ ગતિમાં એક બે અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. અગાઉ કહેલા એક બે અગર ત્રણ સમયને છોડીને બાકીના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
४८