________________
પ
w
-
-
w
૧૯૮
તત્ત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત-આની અગાઉના સૂત્રમાં મેહનીય કર્મની સ્થિતિ કહેવામાં આવી છે. હવે નામ અને નેત્ર કર્મના સ્થિતિ કાળનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ.
નામ કર્મ અને ગોત્ર કર્મ નામક મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ-વીસ-વીસ કોડાકોડી સાગરોપમ છે. આ બંનેને આ બાધાકાળ બબ્બે હજાર વર્ષ છે. ત્યારબાદ બાધાકાળ પ્રારંભ થઈ જાય છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થવાના સમયેથી આરંભ થઈને પૂર્ણતયા ક્ષય થઈ જવાના સમયને બાધાકાળ કહે છે.
આવી રીતે બન્ધકાળથી લઈને બે હજાર વર્ષ વ્યતીત થઈ જવા પર નામ કર્મ અને ગેત્ર કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. નામ કર્મ અને ગેત્રકમ બન્ધના સમયથી લઈને જેટલા વખત સુધી અનુભવમાં આવતા નથી તેટલે સમય તેમને અબાધાકાળ કહેવાય. છે.
નામ અને નેત્ર કર્મની વીસ ક્રોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે તેને અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિ જીવ જ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે—નામ કર્મ અને ગેત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૧દા
'आउरुम्मस्स तेत्तीससागरोवमा ठिई उक्कोसा' ॥१७॥ સૂત્રાર્થ-આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે ૧ળા
તત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં નામ અને ગોત્ર નામક મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે આયુષ્ય નામની મૂલ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરીએ છીએ.
આયુષ્ય નામની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કોટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરેપમની જાણવી જોઈએ. એની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તાની છે તે આગળ ઉપર કહીશું ૧છા
તત્વાર્થનિર્યુકિત-નામ અને ગોત્ર કર્મની સ્થિતિને કાળ બતાવાઈ ગયો. હવે આયુષ્ય નામક મૂળપ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રતિપાદન કરીએ છીએ, - આયુષ્ય કર્મ નામક મૂળપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરોડ પૂર્વના ત્રીજા ભાગથી અધિક તેત્રીશ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી જોઈએ. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે જે, આગળ ઉપર કહેવાશે. અત્રે-સાગરોપમ લેવાથી, “કોડાકોડી પદને નિષેધ થઈ જાય છે. “તેત્રીશ” પદ ગ્રહણ કરવાથી પણ “કોડાકોડી’ની નિવૃત્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આયુષ્ય કર્મની સ્થિતિ ફક્ત તેત્રીશ સાગરોપમની છે, તેત્રીશ ક્રેડાડી સાગરોપમની નથી.
અહીં કરડ પૂર્વ વિભાગ આબાધાકાળ સમજવાનું છે તેની પછી બાધાકાળની શરૂઆત થાય છે જે કાળમાં આયુષ્ય કમ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય તેને લઈને પૂર્ણ રૂપથી તેના ક્ષય થવા સુધીનો સમય બાધાકાળ કહેવાય છે. આવી રીતે આયુષ્ય બન્ધની પછી કોડ પર્વને ત્રીજો ભાગ વીત્યા બાદ આયુષ્ય કર્મનો ઉદય થાય છે. જેટલા કાળ સુધી તેને અનુભવ, થતું નથી તેટલે સમય અબાધાકાળ કહેવાય છે. આયુષ્ય કર્મની તેંત્રીશ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિયની અપેક્ષાથી સમજવી જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે-“આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીશ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની કહેવામાં આવી છે. ના
'वेयणिज्जरस बारसमुहुत्ता ठिई जहन्निया । સૂકાઈ–વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. ૧૮
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૯૮