SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. કમ પ્રકૃતિના સ્થિતિબંધનું નિરૂપણ સૂ. ૧૪-૧૫ ૧૭ વરણ વગેરે કહેલાં ચારે કર્મબન્ધકાળથી લઈને ત્રણ હજાર વર્ષ પુરાં થઈ ગયા બાદ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. જ્ઞાનાવરણ. દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે તે સંજ્ઞી, મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનના ૩૩માં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે બે આવરણોની અર્થાત્ જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, વેદનીયની તથા અન્તરાય કમની ત્રીસ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ રિથતિ કહેવામાં આવી છે. આ ચારેયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે ૧-૨ ૧૪મા 'मोहणिज्जस्स सरि कोडाकोडीओ' ॥१५॥ સૂત્રાર્થ–મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે માનપા તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય અને અન્તરાય કર્મની સ્થિતિ દર્શાવાઈ છે હવે મેહનીય કર્મની સિથિતિનું પ્રતિપાદન કરીએ છીએ-- મેહનીય કર્મની જેનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ સીત્તેર ફોડા કોડી સાગરોપમની છે. આ કર્મની જઘન્ય સ્થિતિ અમુહૂર્તની છે ઉપાય તત્વાર્થનિર્યુક્તિ–આની અગાઉ જ્ઞાનાવરણ આદિ ચાર કર્મપ્રકૃતિઓને સ્થિતિ કાળ વિસ્તારપૂર્વક બતાવાઈ ગયો છે હવે મેહનીય કર્મને સ્થિતિ કાળ બતાવીએ છીએ– મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીસર કડાકોડી સાગરોપમની તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. મેહનીય કર્મને અબાધાકાળ સાત હજાર વર્ષ છે. આબાધાકાળની સમાપ્તિથી લઈને સંપૂર્ણ કર્મને ક્ષય થવા સુધીનો સમય બાધાકાળ કહેવાય છે અર્થાત જે સમયે મેહનીય કામ ઉંદયાવલિકામાં પ્રવિણ થયે તે સમયથી શરુ કરીને તેના પૂર્ણ રૂપથી નાશ થવા સુધીનો સમય બાધાકાળ કહી શકાય છે. ફલિતાર્થ એ છે કે સીત્તેર હજાર વર્ષ વ્યતીત થઈ જવા પર સીતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા મેહનીય કર્મને ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે. મેહનીય કર્મની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સંસી પંચેન્દ્રિય મિથ્યાદષ્ટિ પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ અથત મિથ્યાદષ્ટિ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ જ સીત્તેર કોડી સાગરોપમની સ્થિતિને બંધ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનમાં કહ્યું છે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તાની છે ૧પ 'नामगोताणं वीसईकोडाकोडीओ ॥१६॥ સૂત્રાર્થનામ અને ગેત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમ છે. એમનો જઘન્ય સ્થિતિકાળ આઠ મુહુર્તનો સમજવો જોઈએ ૧૬ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં મહનીય કર્મને સ્થિતિકાળ પ્રરૂપિત કરવામાં આવ્યો છે. હવે નામ અત્રે ગોત્ર નામક ભૂલ પ્રકૃતિઓને સ્થિતિકાળ પ્રતિપાદિત કરવા માટે કહીએ છીએ. ' નામ કર્મ અને ગોત્ર કર્મની સ્થિતિને ઉત્કૃષ્ટ કાળ વિસ કોડાક્રોડી સાગરોપમ છે, એમને જઘન્ય સ્થિતિકાળ આઠ મુહુર્ત સમજ જોઈએ. ૧૬ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯ ૭
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy