________________
ગુજરાતી અનુવાદ અ. ૩. કર્મબંધના કારણનું નિરૂપણું સૂત્ર ૩
૧૭૩ આદિ ચાર ગુણસ્થાનમાં યોગ અને કષાય કારણ છે. ઉપશાંત કષાય, ક્ષીણ કષાય તથા સગી કેવળીમાં એકલો યોગ જ બન્ધનું કારણ હોય છે. અગી-કેવળીમાં બન્ધનું કોઈ કારણ ન રહેવાથી બન્ધ જ થતો નથી. ૩
તત્વાર્થનિર્યુકિત–પૂર્વસત્રમાં કર્મભાવબન્ધનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે બધના પાંચ હેતુઓનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ બન્ધના પાંચ કારણ છે-મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ.
કર્મ બન્ધના આ સામાન્ય કારણોમાં પહેલું મિથ્યાદર્શન છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યકદર્શનથી ઉલ્ટું તત્ત્વાર્થનું અશ્રદ્ધાન મિથ્યાદર્શન કહેવાય છે. પાપસ્થાનેથી નિવૃત્તિને વિરતિ કહે છે તેનાથી જે ઉલટું હોય અર્થાતુ પાપસ્થાનોથી નિવૃત્ત ન થાય, તેને અવિરતિ કહે છે. ઈન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષપૂર્વક–પ્રવૃત્તિ કરવી વિકથાઓ hવી ગાઢી તથા લાંબી ઉંઘ લેવી ઇન્દ્રિયના દેષથી મોક્ષમાર્ગમાં શિથિલતા થવી અથવા સારા કાર્યોમાં આદરભાવ ન હવ-પ્રમાદ કહેવાય છે. અનન્તાનુબન્ધી વગેરેના ભેદથી ચાર-ચાર પ્રકારના કોધ માન માયા લેભ એ કષાય છે. માનસિક વાચનિક અને કાયિક વ્યાપાર વેગ કહેવાય છે. આ મિથ્યાદર્શન વગેરે પાંચ કર્મબન્ધના સામાન્ય કારણ છે.
મિથ્યા અર્થાત અયથાર્થ–ખોટું દર્શન અથવા દૃષ્ટિ કહેવાને અભિપ્રાય એ છે કે અયથાર્થ શ્રદ્ધાન મિથ્યાદર્શન છે હિંસા આદિ પાપમય કૃત્યથી વિરત થવું વિરતિ અર્થાત સંયમ છે. વિરતિ ન થવી તે અવિરતિ અર્થાત્ અસંયમ છે જેનાથી કહેવા માગે છે કે હિંસા વગેરે નિંદવા યોગ્ય કર્મોને ત્યાગ ન કરે. સાવધ ન રહેવું પ્રમાદ કહેવાય છે. કષની જેનાથી આયાત થતી હોય તે કષાય જીવ જ્યાં શારીરિક અને માનસિક વિટંબણાઓથી કસાય છે-દુઃખિત કરવામાં આવે છે તે સંસાર કષ છે અને તેના આય” અર્થાત્ આગમનના જે આભ્યન્તર કારણ છે તેમને ક્યાય કહે છે. ક્રોધ માન માયા અને લેભ કષાય છે.
જે મન વચન તથા કાયાના વ્યાપાર દ્વારા નોકર્મથી ગદ્રવ્યથી અગર વીર્યન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન વીર્ય પર્યાય દ્વારા જે યુક્ત કરવામાં આવે, તે યુગ છે.
આમાથી મિથ્યાદર્શન બે પ્રકારના છે-અભિગૃહીત તથા અનભિગ્રહીત. સંદિગ્ધ અનભિ. ગૃહીત. મિથ્યાદર્શનનો ભેદ છે. મતિજ્ઞાન વગેરે કઈ પણ વિષયને દૃષ્ટિમાં રાખીને અસભ્યમ્ દર્શનને સ્વીકાર કરવો દા. ત. “આ જ સાચું છે આ અભિગૃહીત મિથ્યાદર્શન કહેવાય છે, તેથી ભિન્ન મિથ્યાદર્શન અનભિગ્રહીત કહેવાય છે. કહેવાનું એ છે કે સંદિગ્ધ પણ અનભિગૃહીત મિથ્યાદર્શન જ છે.
પ્રમાદના ત્રણ ભેદ છે—સ્કૃતિનું અનવસ્થાન સુભ કાર્યો પ્રત્યે અનાદર થ તથા વેગોનું દુપ્રણિધાન થ.
અગાઉ અનુભવેલી કોઈ વસ્તુના વિષયમાં યાદગીરી ન રહેવી સ્મૃતિ અનવસ્થાન કહેવાય છે. વિસ્થા વગેરેમાં મનડું રમતું રહેવાના કારણે યાદ રહેતું નથી કે આ ર્યા બાદ આ કરવાનું છે. એવી જ રીતે આગમવિહીત કિયાકલાપ અર્થાત્ અનુષ્ઠાનેમાં અનાદર-અનુત્સાહ અથવા પ્રવૃત્તિ ન હોવી એ પણ પ્રમાદ જ છે. મન વચન તથા કાયાને દૂષિત વ્યાપાર થે, જેવી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૭૩