________________
૧૭૨
તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા–પહેલા કર્મબન્ધના પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા હવે તેમના હેતુઓનું પ્રતિપાદન કહીએ છીએ, મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-આ સઘળાં કમબન્ધના કારણ છે. તેમને અર્થ આ મુજબ છે–
૧. મિથ્યાદશન-તત્વાર્થને અર્થાત્ કુદેવ, કુગુરુ અને કુધર્મ પ્રત્યેની શ્રદ્ધાને મિથ્યાદર્શન કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગૂ દર્શનનું આ વિધી છે.
૨. અવિરતિ–પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનેથી નિવૃત્ત ન થવું. આ અવિરતિ વિરતિ રૂપ પરિણતિથી વિપરીત છે.
૩. પ્રમાદ-પ્રમદન, પ્રમત્તતા, સમીચીન ઉપયોગને અભાવ પુણ્ય કૃત્યોમાં અનાદર– આ સઘળાં પ્રમાદ છે.
૪. કષાય-અનન્ત સંસારની પરમ્પરાને ભમાવવાવાળા ક્રોધ, માન, માયા અને લેભને કષાય કહે છે.
પ. યોગ-મન, વચન અને કાયાને વ્યાપાર યોગ છે.
આ પાંચે કર્મવર્ગણના પુદ્ગલ સ્કન્ધ અને આત્મ પ્રદેશના પરસ્પર સંબંધ રૂ૫ બંધના કારણ છે. આ પાંચેય સમસ્ત કર્મોના બંધના સામાન્ય કારણ તરીકે લેખવા જોઈએ.
જ્ઞાનાવરણ વગેરેના બન્ધના વિશેષ હેતુ હવે પછી કહેવામાં આવશે.
મિથ્યાદર્શન બે પ્રકારના છે– નૈસર્ગિક અને પરોપદેશ નિમિત્ત જે મિથ્યાદર્શન પરેપદેશ વગર જ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ જાય છે તે નૈસગિક કહેવાય છે.
પરોપદેશથી ઉત્પન્ન થનાર મિથ્યાદર્શન ચાર પ્રકારના કહેવાયા છે. (૧) કિયાવાદી (૨) અયિાવાદી (૩) અજ્ઞાનિક અને (૪) વૈનાયિક.
અથવા મિથ્યાદર્શન પાંચ પ્રકારના છે—(૧) એકાન્ત મિયાદશન (૨) વિપરીત મિથ્યાદર્શન (૩) સંશય મિથ્યાદશન (૪) વૈનાયિક મિથ્યાદર્શન (૫) અજ્ઞાન મિથ્યાદર્શન.
અવિરતિ બાર પ્રકારની છે-છકાય અને છ ઈન્દ્રિના વિષય અર્થાત છકાયના જીવોની હિંસાથી નિવૃત્ત થવું અને મન સહિત છએ ઇન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ધારણ કરવું. પ્રમાદ ઘણા પ્રકારના કહેવામાં આવ્યા છે, પાંચ સમિતિઓમાં પ્રમાદ કરે, ત્રણ ગુપ્તિઓમાં પ્રમાદ કરો, શુદ્ધિઅષ્ટકમાં જાગૃત ન રહેવું, ઉત્તમ ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મોમાં પ્રમાદ સેવ વગેરે. સોળ કષાય અને નવ ને કષાય મળીને પચીસ કષાય છે. ચાર મનેયેગ, ચાર વચન
ગ, પાંચ કાયમ એમ તેર જાતના યંગ છે. આહારક શરીરના ધારક પ્રમત્ત સંયતમાં આહારકકાય વેગ અને આહારક મિશ્ર કાયમ પણ હોય છે. આ ભેગા કરીએ તે યોગના પંદર ભેદ થઈ જાય છે.
મિથ્યાદશન વગેરે પૂર્વોક્ત પાંચ મળેલા પણ કર્મબન્ધના કારણ હોય છે અને જુદા જુદા પણ કારણ હોય છે. મિથ્યાષ્ટિમાં પાંચ મળેલાં કારણ હોય છે. સાસાદન સમ્યગ્ર દૃષ્ટિ સમ્યગુ મિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિઅસંયત સમ્યગ દૃષ્ટિમાં અવિરતી પ્રમાદ કષાય અને યોગ એ ચાર બન્ધના કારણ મળી આવે છે. સંયતાસંયત (દેશવિરત)માં વિરતિ મિશ્રિત અવિરતિ, પ્રમાદ અને ગ કારણ હોય છે. પ્રમત્ત સંયતમાં પ્રમાદ કષાય અને વેગ કારણ હોય છે, અપ્રમત્ત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૭૨