________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ ધર્માદિ દ્રવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧,
૯
ओगाहो लोगागासे नो अलोगागासे મૂળસૂવાથ–અવગાહ લેકાકાશમાં થાય છે. એકાકાશમાં નહીં.
તત્વાર્થદીપિકા–પૂર્વોકત ધર્મ આદિ દ્રવ્યનાં અવગાહન, અવગાહ પ્રવેશ, પ્રતિષ્ઠા અગર વ્યાપના કાકાશમાં જ થાય છે, કાકાશથી બહાર એકાકાશમાં નહીં. જ્યાં ધર્મ આદિ પદાર્થ જોઈ શકાય છે તે લેક કહેવાય છે અને લેક સંબંધી આકાશ કાકાશ કહેવાય છે૧૦ છે
તત્વાર્થનિર્યુક્તિ—ધર્મ આદિ દ્રવ્યોને અવગાહ અથવા સ્થિતિ કાકાશમાં છે. તે કાકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત છે. આ બંને દ્રવ્ય અનાદિકાળથી એક બીજા સાથે મળેલાં લેકમાં અવસ્થિત છે. પુદ્ગલે અને જેની અવગાહના પણ કાકાશમાં અનાદિકાલીન છે પરંતુ તેમનામાં ગતિકિયા હોવાથી તે ધર્મ, અધર્મની માફક અવસ્થિત નથી. તેમની અવગાહન કયારેક કેઈ આકાશપ્રદેશ સાથે હોય છે. અને કદી કોઈ અન્ય પ્રદેશની સાથે.
લેકથી ભિન્ન અલેકાકાશમાં છવાદિ હતાં નથી કારણ કે ત્યાં અધમ દ્રવ્ય નથી અને તે જ ગતિ તથા સ્થિતિનાં નિમિત્ત હોય છે.
શંકા–અલકાકાશમાં ગતિનો ઉપગ્રાહક ધર્મ તથા સ્થિતિને ઉપગ્રાહક અધમ કેમ નથી?
સમાધાન-ધર્મ અને અધર્મને સ્વભાવ જ એવો છે કે તેઓ અલકાકાશમાં રહેતાં નથી. સ્વભાવના વિષયમાં પ્રશ્નને કંઈ અવકાશ જ અત્રે નથી. આથી જ કહ્યું છે ધર્મ આદિને અવગાહ કાકાશમાં જ છે.
શંકા-ધર્માદિ દ્રવ્યને લેકાકાશમાં અવગાહ હોવાથી જે લેકાકાશ ધર્માદિને આધાર છે તે લોકાકાશને આધાર કર્યો ?
સમાધાન—લેકાકાશ પિતે જ પિતાના સહારે ટકેલો છે તેના માટે બીજા કોઈ આધારની આવશ્યકતા નથી.
શકા–જેમ આકાશ પોતે જ પોતાના સહારે રહેલ છે તેવી જ રીતે ધર્માદિ પણ પિતાના સહારે રહી શકે છે તેમને આધાર આકાશ માનવાની શું જરૂરીયાત છે ? જે ધર્માદિને જુદો આધાર-આકાશ સ્વીકાર કરવામાં આવે તે આકાશને પણ બીજો આધાર માન જોઈએ નહીં ? આવી સ્થિતિમાં અનવસ્થા દેશનો પ્રસંગ થશે.
સમાધાન–આકાશથી અધિક પરિમાણવાળું અન્ય કોઈ દ્રવ્ય નથી કે જેને આકાશને આધાર માની શકાય. આકાશ ચારે તરફથી અત્તરહિત છે આથી વ્યવહારનય અનુસાર આકાશ ધર્માદિ દ્રવ્યને આધાર મનાય છે પરંતુ-નિશ્ચયનયરૂપ તથા ભૂતનયની અપેક્ષાએ બધાં જ દ્રવ્ય સ્વપ્રતિષ્ઠિત છે અર્થાત્ બધાં પિત–પિતાનાં પ્રદેશમાં રહી ગયા છે. આ કારણે જ જ્યારે
આપ કયાં રહો છો ?” એ કઈ પ્રશ્ન કરે તે જવાબમાં કહીએ છીએ. “અમારી અંદર જ” ધર્માદિ દ્રવ્ય લેકાકાશથી બહાર રહેતા નથી પરંતુ કાકાશમાં જ રહે છે. બસ આ કારણથી જ તેમનામાં આધાર–આધેયભાવની કલ્પના કરવામાં આવે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૧
૯ ૯